Ananya Panday: જલપરીના ફોટોશૂટે ચાહકોના ઉડાવ્યા હોશ…
મુંબઈઃ અનન્યા પાંડેએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જેને લઈ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી છે. મેટાલિક મેરમેડમાં તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે ઈન્ટરનેટ પર ચાહકોએ તેના પર કમેન્ટ કરતા થાકતા નથી.
અનન્યા પાંડેએ તાજેતરમાં એક કિલર ફોટોશૂટ કરાવ્યું છે, જે ઈન્ટરનેટ વાઈરલ થયા પછી ચાહકોને ખુશ કરવા સાથે વિવેચકોને ચોંકાવ્યા છે. અનન્યા પાંડેએ ખૂદ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે, જેમાં અમુકમાં શાનદાર પોઝ પણ આપ્યા છે.
મેટલિક જલપરીના રુપમાં જોવા મળે છે, જ્યારે અનન્યાએ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે મેટલિક મરમેડ. અન્ય બીજા ફોટો શૂટમાં સ્ટાઈલિશ સ્પાર્કલિંગ મેટલિક બ્રાલેટ અને સ્કર્ટમાં જોવા મળી છે.
સ્પેશિયલ મેકઅપ સાથે સ્લિમ સ્ટ્રેપ અને ડીપનેકલાઈન સાથે મેટલિક ગોલ્ડ બ્રાલેટમાં અનન્યાને જોઈને લોકો દંગ રહી ગયા છે, જ્યારે હજારો લોકોએ તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, અનન્યાને સ્ટાઈશિલ મેક-અપના લોકોએ વખાણ કર્યા હતા.
અહીં એ જણાવવાનું કે મુંબઈમાં વોગ ફોર્સેસ ઓફ ફેશન ઈવેન્ટમાં ન્યૂ યોર્કના જાણીતા ડિઝાઈનર લેબલ લાક્વાન સ્મિથે ફોલના ક્લેક્શનમાં પોતાના મરમેડ ઈન્સ્પાયર્ડ ડ્રેસનું પ્રદર્શન કર્યું હતું. હવે અનન્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં કરણ જૌહરની ફિલ્મમાં અઘય કુમાર અને આર માધવનની સાથે જોવા મળશે. છેલ્લે અનન્યાએ વિક્રમાદિત્ય મોટવાનીની થ્રિલર સીટીઆરએલમાં જોવા મળી હતી, જ્યારે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ચોથી ઓક્ટોબરથી સ્ટ્રીમ થશે.