Viral Video: કોણ છે એ યુવતી કે જેનો વીડિયો ત્રણ કરોડથી વધુ લોકોએ જોયો, એવું તે શું છે આ વીડિયોમાં?
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે લોકો જાત-જાતના ગતકડાં કરતાં હોય છે. આ ગતકડાં જોઈને કોઈ વાર તો માથાના વાળ ખેંચી લેવાનું મન થયું હોય છે તો ઘણી વખત કોઈ વીડિયો આપણને એટલો ગમી જતો હોય છે કે તે આગની જેમ વાઈરલ થવા લાગે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.
અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક છોકરીનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. ચાલો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં….
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો khushivideos1m નામની આઈડી પરથી પાંચ દિવસ પહેલાં એટલે કે 19મી ઓક્ટોબરના શેર કરવામાં આવે છે. આ વીડિયોની શરૂઆતમાં યુવતી મોબાઈલ ફોનનો કેમેરો ઓન કરીને ભાગી જાય છે અને વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા અને દિવ્યા ભારતીની ફિલ્મ શોલા ઔર શબનમનું ગીત તૂ પાગલ પ્રેમી આવારા વાગે છે.
19મી ઓક્ટોબરના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને આશરે 8 લાખથી વધુ લોકો તેને લાઈક પણ કરી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો છોકરીની આ હરકત કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, પાછી આવતી નહીં હવે. જ્યારે ફેમસ ફુડ ડિલિવરી એપ સ્વિગીએ આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે અમે લોકો જ્યારે બાજુની બિલ્ડિંગમાં જ ફૂડ ડિલિવરી કરવાનું હોય ત્યારે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને તમારું શું કહેવું છે આ વીડિયો પર એ અમને કમેન્ટ બોક્સમાં લખી જણાવો…