સ્પોર્ટસ

મેન્સ હૉકીમાં ભારતે વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીને હરાવ્યું

જોકે પછીથી શૂટઆઉટમાં હારી જતાં સિરીઝમાં ભારતનો પરાજય

નવી દિલ્હી: હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતના પુરુષોની હૉકી ટીમે અહીં ગુરુવારે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં જબરદસ્ત પર્ફોર્મ કરીને વિશ્ર્વ વિજેતા જર્મનીને બીજી ટેસ્ટમાં 5-3થી હરાવ્યું હતું. જોકે સિરીઝ 1-1ની બરાબરીમાં થવાને કારણે શૂટઆઉટ રાખવામાં આવ્યો હતો જેમાં ભારતનો 1-3થી પરાજય થયો હતો.

મુખ્ય મૅચમાં જર્મની વતી એલિયાન મૅઝકૉરે સાતમી અને 57મી મિનિટમાં ગોલ કર્યો હતો. જોકે બે-બે ગોલ ભારત વતી પણ થયા હતા. કૅપ્ટન હરમનપ્રીત સિંહે 42મી અને 43મી મિનિટમાં ગોલ કર્યો એ પહેલાં સુખજીત સિંહે 34મી મિનિટમાં અને પછી 48મી મિનિટમાં ગોલ કર્યો હતો. ભારત વતી પાંચમો ગોલ અભિષેકે 45મી મિનિટમાં કર્યો હતો. જર્મની વતી ત્રીજો ગોલ હેન્રિક મર્ટજેન્સે 60મી મિનિટમાં કર્યો હતો, પરંતુ ભારતે જર્મનીને હરાવી દીધું હતું.

આ પણ વાંચો : ઘોડાગાડી ચલાવતા પિતાની પુત્રીએ 16 વર્ષની સફળ હૉકી કારકિર્દી પર પાડી દીધો પડદો

બુધવારે સિરીઝની પહેલી ટેસ્ટ 2-0થી જીતનાર જર્મનીએ ગુરુવારના શૂટઆઉટમાં ભારતને 3-1થી હરાવી દીધું હતું. હરમનપ્રીત, અભિષેક અને મોહમ્મદ રાહીલ ગોલ કરવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે ભારત વતી શૂટઆઉટમાં એકમાત્ર ગોલ આદિત્યએ કર્યો હતો.

ભારતીય ગોલકીપર ક્રિશન બહાદુર પાઠકે જર્મનીના બે ગોલ બહુ સારી રીતે અટકાવ્યા હતા. જોકે શૂટઆઉટમાં ભારતને પરાજયથી નહોતો બચાવી શક્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button