આમચી મુંબઈ

થાણેમાં હરણનો શિકાર કરવા બદલ યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં સંરક્ષિત જાતિના હરણ (માઉસ ડીયર)નો કથિત શિકાર કરવા બદલ પચીસ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વનવિભાગના અધિકારીઓને 23 સપ્ટેમ્બરે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં પેલેટ ગનથી ગોળી વાગી હોવાના ચિહ્નો સાથે ઘાયલ હરણ મળી આવ્યું હતું.

વન અધિકારીના જણાવ્યા મુજબ હરણને સંજય ગાંધી નેશનલ પાર્કની વાઇલ્ડલાઇફ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેને બચાવવાના પ્રયાસો છતાં ઇજાઓને કારણે ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.

પોસ્ટમોર્ટમમાં હરણના અવશેષોમાં ગોળીના નિશાન મળી આવ્યા બાદ વન વિભાગ દ્વારા અજાણી વ્યક્તિ વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં હતી.

તપાસ દરમિયાન એકઠા કરવામાં આવેલા પુરાવા પરથી આરોપીને જગદીશ વાઘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો, જે અંબરનાથનો રહેવાસી છે.

આસિસ્ટન્ટ ક્ધઝર્વેશન ઓફ ફોરેસ્ટ ગણેશ સોનટક્કેએ જણાવ્યું હતું કે તપાસકર્તા અધિકારીઓને જગદીશના મોબાઇલમાં અસંખ્ય ફોટા મળી આવ્યા હતા, જેમાં પ્રાણીઓનો શિકાર થતો દર્શાવવામાં આવ્યો હતો, જે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી પ્રસ્થાપિત કરે છે.

જગદીશ વાઘની 19 ઑક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં જગદીશ વાઘના સાથીદારો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker