નેશનલ

સાધુને માળા પહેરાવી અને ચરણ સ્પર્શ કર્યા પછી કાનમાં કહ્યું …

તમારી ધરપકડ કરી છે ચાલો પોલીસ સ્ટેશન

મધ્યપ્રદેશની મુરેના પોલીસ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી ચર્ચામાં આવી છે. એક ઘટનામાં આરોપી સાધુને પકડવા માટે પોલીસકર્મીઓ ભક્તોનો વેશ ધરીને તેમના દર્શન કરવા ગયા અને આરોપી સાધુની ધરપકડ કરી હતી. પોલીસકર્મીઓએ સાધુ મહારાજને માળા પહેરાવી, તેમના ચરણ સ્પર્શ કર્યા અને પછી તેમના કાનમાં ધીરેથી કહ્યું કે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ. આ સાંભળીને આરોપી સાધુને પરસેવો વળી ગયો હતો.

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત રામ જાનકી મંદિર આશ્રમનો છે. સાધુ મહારાજની ધરપકડ કરનાર પોલીસ મુરેના જિલ્લાનું સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના છે. સાધુની ધરપકડનો આખો મામલો મુરેનામાં મંદિરની જમીનને લઈને થયેલી છેતરપિંડી સાથે જોડાયેલો છે. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના ટીઆઈએ જણાવ્યું હતું કે તાપસી ગુફા મંદિર મુરેનામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે. આ મંદિર સાથે 6 વીઘાથી વધુ જમીન જોડાયેલ છે.

મંદિરની બાજુમાં આવેલી આ જમીન પર એક દુકાન પણ બનેલી છે. આ દુકાનોને પડાવી લેવા માટે આ જ મંદિરમાં રહેતા સાધુ રામશરણે તેના અન્ય સહયોગી બિહારી સાથે મળીને નકલી ટ્રસ્ટ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો અને તેની રસીદ પણ છાપી હતી. આ રસીદો દ્વારા તેઓએ મંદિરની જમીન પર બનેલી દુકાનોનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું.

મંદિરના મુખ્ય મહંત મદન મોહનને આ છેતરપિંડીની જાણ થતાં તેમણે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 2021માં સિવિલ લાઇન પોલીસ સ્ટેશને દાનબિહારી, સુરેન્દ્ર યાદવ અને અશોક યાદવ સહિત સાધુ રામશરણ વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી અને ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી. પરંતુ રામશરણની ધરપકડ થઈ શકી ન હતી.

બાબા રામશરણ મોરેના મંદિર છોડીને મથુરાના રામ જાનકી મંદિર આશ્રમમાં રહેવા લાગ્યા હતા. ધરકકડ બાદ બાબા રામશરણના વકીલે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેંચમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જ્યારે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી ત્યારે બાબા રામશરણના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે બાબા રામશરણને જામીન આપવા જોઈએ કારણ કે પોલીસે બાબા રામશરણની ધરપકડ છેતરપિંડીથી કરી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે જો સાધુ લેવા પોલીસ તેમના ડ્રેસમાં ગઇ હોય તો સાધુ તેમની સાથે સરળતાથી આવ્યા હોત.

સિવિલ લાઈન પોલીસ સ્ટેશન બાબા રામશરણને પોતાની સાથે મુરેના લઈ આવ્યા અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી કોર્ટે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની બાતમીનાં કારણે પોલીસને કોઈ પણ વિવાદ વગર આરોપી બાબા રામશરણની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button