Cabinet Decisions: 2 રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી, દિવાળી પર દોડાવાશે 7000 વિશેષ ટ્રેન
Modi Cabinet Decisions: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં (PM Modi Cabinet meeting) આજે કેબિનેટ મીટિંગ મળી હતી. જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયો (Cabinet Decisions) અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) માહિતી આપતા જણાવ્યું, કેન્દ્ર સરકારે 2245 કરોડ રૂપિયાના ખર્ચે અમરાવતી રેલવે લાઇનને (Amravati Railway Line) મંજૂરી આપી છે. જેમાં કૃષ્ણા નદી પર 3 કિમી લાંબો પુલ બનશે. તેનાથી અમરાવતીથી હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા સીધા રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે. આ લાઇન એનટીઆર વિજયવાડા, ગુંટૂર અને ખમ્મથી પસાર થશે, જેનાથી 168 ગામોને લાભ મળશે. અશ્વિની વૈષ્ણવે ક્હ્યું રેલવે લાઇનથી 19 લાખ લોકોને રોજગારી મળશે.
અન્ય એક નિર્ણય વિશે માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બિહારને ઉત્તર-પૂર્વ સાથે જોડવા માટે સરકારે 256 કિલોમીટરની રેલ્વે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 87 લાખ નોકરીઓનું સર્જન કરશે. તેનાથી 162 કરોડ કિલો કાર્બન ઉત્સર્જન ઘટશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિહાર પ્રોજેક્ટ પર 4,553 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, તેમજ દિવાળી અને છઠ પૂજા પર 7000 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
#WATCH | Delhi | Union Railway Minister Ashwini Vaishnaw says, "This year 7000 special trains are being run for Deepawali and Chhath puja." pic.twitter.com/KEQLjyU1e7
— ANI (@ANI) October 24, 2024
સ્પેસ સેક્ટર સ્ટાર્ટઅપ્સ રૂ. 1,000 કરોડ
આ સિવાય સરકારે સ્પેસ સેક્ટર સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપી છે. આ ફંડ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું ખાનગી રોકાણકારોને પણ ફંડમાં રોકાણ કરવાની તક મળી શકે છે. વેન્ચર કેપિટલ ફંડથી સેટેલાઇટ ટેક્નોલોજી અને સ્પેસ એપ્લિકેશન્સમાં નવીનતાને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.
#Cabinet approves establishment of Rs.1,000 crore Venture Capital Fund for Space Sector under the aegis of IN-SPACe
— PIB India (@PIB_India) October 24, 2024
Read here: https://t.co/LGXLEzDF0P#CabinetDecisions pic.twitter.com/NC0URy8Spj