આપણું ગુજરાત

Cyber fraud: મુખ્ય ન્યાયધીશના નામે અમદાવાદના વૃદ્ધ દંપતી સાથે 1.26 કરોડનો સાયબર ફ્રોડ

અમદાવાદ: હજુ થોડા દિવસો પહેલા અમદાવાદમાં નકલી કોર્ટ બનાવીને કરોડો રૂપિયાના કોભાંડનો પર્દાફાસ થયો હતો. એવામાં અમદાવાદમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો (Cyber fraud in Ahmadabad) કિસ્સો બન્યો હતો. ફ્રોડ કરનારા શખ્સોએ ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ(CJI DY Chandrachud)નો ફોટો વ્હોટ્સએપ ડીપીમાં રાખીને એક વૃદ્ધની પાસેથી 1 કરોડ 26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી કરી હતી, પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે.

વૃદ્ધો લેટેસ્ટ ટેકનોલોજીથી વધારે વાકેફ નહીં હોવાને કારણે ઠગોએ તેમને ટાર્ગેટ બનાવતા હોય છે. ગત 10 ઓક્ટોબરના રોજ એક વૃદ્ધે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણવ્યું કે તેમને એક વીડિયો કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો છે. આ પછી ઠગોએ પોતાની ઓળખાણ પોલીસ ઓફિસર, સીબીઆઈ ઓફિસર અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે આપી, જણાવ્યું કે તેમના ખાતામાંથી 2 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.

આ પણ વાંચો : દિવાળી પર ફરવા જાઓ છો? ઘરને સુરક્ષિત રાખવા અમદાવાદ પોલીસ કમિશનરે આપી આવી સલાહ

વૃદ્ધ દંપતીએ ફરિયાદમાં કહ્યું કે, ‘તેઓએ કહ્યું કે મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની સજા થશે, પછી તેમણે ધમકીઓ આપવાનું શરૂ કર્યું. બાદમાં એક શખ્સે કહ્યું કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારા કોઈ સગા-સંબંધી નથી, તેથી તમે અમને લેખિત અરજી આપો તો અમે સુપ્રીમ કોર્ટના જસ્ટિસને તમારો કેસ પ્રાથમિકતાના આધારે ચલાવવા વિનંતી કરીશું અને તમારી ધરપકડ નહીં કરીએ. તમારી તપાસ તમારા ઘરે વીડિયો કોલ દ્વારા કરવામાં આવશે.’

આ પછી, ઠગોએ વૃદ્ધ દંપતી પાસેથી બેંક ખાતા અને એફડીની મેળવી માહિતી લીધી. ઠગોએ તેમને ધમકાવીને બેંકમાં રાખેલા પૈસા અને એફડી તોડીને તપાસ માટે મોકલવાનું કહ્યું હતું. એકાઉન્ટ વેરિફિકેશન પછી 48 કલાકની અંદર રકમ પરત કરવામાં આવશે એવો દાવો કર્યો. ઠગોએ સુપ્રીમ કોર્ટનું નકલી પ્રમાણપત્ર બનાવીને નાણા પડાવી લીધા હતાં. જ્યારે 48 કલાક બાદ પણ રકમ પરત ન મળતા. વૃદ્ધ દંપતીએ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

અમદવાદના પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધ દંપતીને વોટ્સએપ કોલ કંબોડિયાથી કરવામાં આવ્યા હતા. આ લોકો પહેલા ડમી એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે અને પછી પૈસા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button