Diwali પહેલાં મુંબઈમાં આ વસ્તુ વેચવા પર Mumbai Policeએ મૂક્યો પ્રતિબંધ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…
મુંબઈઃ મુંબઈગરા દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને આ બધા વચ્ચે મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર વાંચીને કદાચ મુંબઈગરાને થોડી નિરાશા થઈ શકે છે. વાત જાણે એમ છે મુંબઈ પોલીસ દ્વારા દિવાળી પહેલાં જ આકાશમાં ઉડાવવામાં આવતા આકાશ કંદીલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષાના કારણોસર મુંબઈ પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 21મી નવેમ્બર સુધી ન તો મુંબઈમાં આકાશ કંદીલ વેચી શકાશે કે ન તો ઉડાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે મુંબઈ પોલીસ દ્વારા ગયા વર્ષે પણ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આઈપીસીની ધારા 163 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ અનુસાર અસામાજિક તત્વોની હિલચાલ પર લગામ લગાવવા માટે અને જનતાની સુરક્ષાને ધ્યાનમાં લઈને આકાશ કંદીલ વેચવા અને ઉડાવવા પત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : OMG!જળગાંવમાં પોલીસ નાકાબંધી દરમિયાન ‘આટલા’ કરોડની રોકડ મળી..
મુંબઈ પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આકાશ કંદીલ પબ્લિક પ્રોપર્ટી અને લોકોની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. જે લોકો પણ આ આદેશનું ઉલ્લંઘન કરશે એમની સામે આઈપીસીના સેક્શન 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 2015માં મલાડ ઈસ્ટમાં એક 36 માળની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આકાશ કંદીલને કારણે આગ લાગી ગઈ હતી. એ સમયે તત્કાલીન મુંબઈ ફાયર બ્રિગેડના પ્રમુખ પી રાહંગડાએ પોલીસને આવા આકાશ કંદીલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે મુંબઈ પોલીસ દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય. ગયા વર્ષે પણ મુંબઈ પોલીસે આ જ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો હતો. 2023માં ચોથી નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી એક મહિના માટે આકાશ કંદીલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2022માં 16 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.