મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

‘જુનિયર્સ સાથે નહીં’, ટ્વિંકલ સાથે પોઝ આપવાનો ડિમ્પલે કર્યો ઇનકાર

ડિમ્પલ કાપડિયા હાલમાં ફિલ્મ ‘ગો નોની ગો’ માટે ચર્ચામાં છે, જેનું પ્રીમિયર 23 ઓક્ટોબરે MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં થયું હતું. ડિમ્પલ કાપડિયાની સાથે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ પણ હાજરી આપી હતી, પરંતુ તેઓ જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જે થયું તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જ્યારે પાપારાઝીએ ડિમ્પલ કાપડિયાને ટ્વિંકલ ખન્ના સાથે તેનો ફોટો ક્લિક કરાવવાનું કહ્યું હતું, ત્યારે ડિમ્પલે મોઢા પર અણગમાના ભાવ સાથે કહ્યું હતું કે તેને જુનિયર કલાકારો સાથે ફોટા ક્લિક કરાવવા પસંદ નથી. ડિમ્પલ કાપડિયાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમના આવા વલણને જોઈને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડિમ્પલ કાપડિયા પાપારાઝીની સામે પોઝ આપી રહ્યા છે અને પછી ટ્વિંકલ ખન્ના પણ પાછળથી આવતી જોવા મળી રહી છે. પાપારાઝીએ ડિમ્પલને ટ્વિંકલ સાથે પોઝ આપવા કહે છ કે તરત જ તેમણે મોઢા પર અણગમાના ભાવ સાથે કહ્યું હતું કે , ‘હું જુનિયર્સ સાથે પોઝ નથી આપતી, હું માત્ર સિનિયર્સ સાથે પોઝ આપું છું. (હું જુનિયરો સાથે ફોટો પડાવતી નથી, હું ફક્ત સિનિયરો સાથે જ ફોટો પડાવું છું.)’

ઘણા લોકોને ડિમ્પલની આ વાત પસંદ નથી આવી. કેટલાક લોકો સમજી પણ ગયા હતા કે તેઓ પોતાની દીકરી સાથે મસ્તી કરી રહ્યા છ, પણ છતાંય લોકો તેમને ટ્રોલ કરવા માંડ્યા હતા. એક યુઝરે લખ્યું, “તેમનું વલણ બિલકુલ જયા બચ્ચન જેવું છે.” કોઈએ લખ્યું કે કોઈ પોતાની દીકરી વિશે આવું કઈ રીતે બોલી શકે. એક યુઝરે લખ્યું, ‘મૅમ, જુનિયરનો જમાનો છે. ટ્વિંકલ મેડમ અને અક્ષય સર ઘણા સારા લોકો છે, આવી વાત ના કરો. જ્યારે એક યુઝરે લખ્યું, ”અરે, ડિમ્પલ મેડમ પગ ખેંચીને તેમની દીકરી સાથે મસ્તી કરી રહ્યા છે.”

આ દરમિયાન, ડિમ્પલ કાપડિયાએ સફેદ ડ્રેસ સાથે બ્રાઉન લોંગ શ્રગ પહેરેલું જોવા મળે છે અને ટ્વિંકલ ખન્નાએ પીળા સિલ્કની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ડિમ્પલ કાપડિયા અને તેની પુત્રી ટ્વિંકલ ખન્ના વચ્ચે હંમેશા મજબૂત અને પ્રેમભર્યા હુંફાળા સંબંધો રહ્યા છે, બંને ઘણી વખત એકબીજા સાથે સમય પસાર કરતા અને મસ્તી કરતા જોવા મળ્યા છે, તેથી જ કદાચ આ નિવેદનને મોટાભાગના લોકોએ મજાક તરીકે લીધું છે. ડિમ્પલ કાપડિયાનું આ નિવેદન સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા, તો કોઇકે તેમને ટ્રોલ પણ કર્યા હતા અને જયા બચ્ચન સાથે પણ સરખાવ્યા હતા. જો કે, આ સરખામણી માત્ર મજાકમાં કરવામાં આવી રહી છે. અને ડિમ્પલનું નિવેદન હળવી રીતે મજાકમાં કરવામાં આવ્યું હોવાનું જણાય છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker