આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દિવાળી વેકેશનમાં કયા મામાના ઘરે જવાનું, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ


keywords: maharashtra, Elections, memes

મુંબઇઃ દિવાળીના દિવસો નજીક આવી ગયા છે. એ ઉપરાંત મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની મોસમ પણ નજીક આવી ગઇ છે. દરેક પક્ષોમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન હજી પણ કમોસમી વરસાદની રમઝટ ચાલુ જ છે. આમ ચોમાસાની ભીની ભીની મોસમ, દિવાળી અને ચૂંટણીનો જાણે કે ત્રિવેણી સંગમ થયો છે. આ ત્રિવેણી સંગમે નેટીઝન્સની કલ્પનાને જાણે કે પાંખો લગાવી દીધી છે. આવા ખુશનુમા વાતાવરણમાં સોશિયલ મીડિયા પર રમુજી પોસ્ટની આતશબાજી શરૂ થઇ ગઇ છે. લોકો પૂછી રહ્યા છે કે આ વખતે દિવાળીમાં કયા મામાના ઘરે જવાનું? નાગપુર જવાનું કે બારામતી જવાનું કે પછી થાણે જવાનું એવી મજાકભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

| Also Read: એમવીએના સિટ શેરિંગમાં 15 બેઠકનો હિસાબ નથી મળતો તો કૉંગ્રેસે આપ્યું આ કારણ


વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિંદે સરકારે મારી લાડકી બહેન યોજના રજૂ કરી છે, જેમાં રાજ્યની લાખો બહેનોના ખાતામાં દર મહિને દોઢ હજાર રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ યોજનાને દિવાળી સાથે જોડીને એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે દિવાળીની રજામાં તમે કયા મામાના ઘરે જશો? એકનાથ મામા (થાણે)…?, દેવેન્દ્ર મામા (નાગપુર)…? કે અજીત મામા (બારામતી)…?

https://twitter.com/BharatologyMeme/status/1501790557617614850


શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા માટે પણ એક રમુજી પોસ્ટ કરવામાં આવી હતી. ‘પવાર સાહેબની છેલ્લી ચૂંટણી પ્રચાર સભા જ્યાં સુધી વરસાદમાં ભીંજાય નહીં ત્યાં સુધી ચોમાસું ચાલુ રહેશેઃ સૂત્ર’ પણ મજાનો વિષય બન્યો છે. દીવાળી અને ચોમાસુ તો દર વર્ષે આવે છે, પણ વિધાન સભાની ચૂંટણી તો પાંચ વર્ષમાં એક વાર આવે છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છએ અને રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે.

ક્યારેક ઑક્ટોબર હિટ હેરાન કરે છે તો કયારેક વરસાદ પણ પીછેહઠ કરવા તૈયાર થતો નથી. રાજકીય માહોલનો ગરમાવો પણ જામેલો છે. ઉપરાંત મોંઘવારીને કારણે કપડાં, મીઠાઇ, ફટાકડા અને દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે, પણ તેમ છતાં દરેક જણ પોતાની વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર દિવાળી ઉજવે છે. ચૂંટણી, ચોમાસા અને દિવાળીના સંગમે નેટીઝન્સની કલ્પનાને પણ વેગ આપ્યો છે. આ વિશેની રમુજી પોસ્ટ્સ વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેનાથી વાતાવરણ પણ હળવું થઈ રહ્યું છે. વરસાદ અને દિવાળી પર ટિપ્પણી કરતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

| Also Read: Election UBT List: ઉદ્ધવ ઠાકરે જૂથે 65 ઉમેદવારને કરી જાહેરાત, કોને ક્યાંથી મળી ટિકિટ?



આ ઉપરાંત કેટલાક નેટિઝન્સે લખ્યું હતું કે જો આમ જ અવિરત વરસાદ ચાલુ રહેશે તો આંગણામાં જ અભ્યંગ સ્નાન કરવું પડશે અને ઘરમાં રંગોળી કરવી પડશે. (અભ્યંગ સ્નાન નરક ચતુર્દશી અથવા છોટી દિવાળી પર કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. નરક ચતુર્દશીના દિવસે અભ્યંગ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે શરીરની શુદ્ધી કરે છે અને નરકમાં જવાથી બચાવે છે.)
તમે પણ આવા કેટલાક મીમ્સ માણો.

https://twitter.com/pb3060/status/1848987385868271620


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button