નેશનલવેપાર

SEBI ચેરપર્સન માધબી પુરી પુછપરછ માટે PAC સમક્ષ હાજર ના થયા, આપ્યું આવું કારણ

નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધબી પુરી બૂચ (Madhabi Puri Buch) પર યુએસની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) નાણાકીય ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે, જેને કારણે માધબી પુરી બૂચ તપાસનો સામનો કરી રહ્યા છે. આજે માધબી પુરી બૂચને પાર્લામેન્ટની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) સમક્ષ પુછપરછ માટે હજાર થવાનું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતાં, તેમણે “વ્યક્તિગત આવશ્યકતાઓ” નું કરાણ આળગ ધર્યું હતું.

| Also Read: SEBIએ રાણા સુગર્સના પ્રમોટર પર લાદ્યો પ્રતિબંધ

યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચના ગંભીર આરોપોને પગલે સેબીના અધિકારીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં માધબી પુરી બૂચ સાથે PACની બેઠક યોજાવાની હતી. પીએસીનું નેતૃત્વ કોંગ્રેસના કે સી વેણુગોપાલ કરી રહ્યા છે.

પીએસીના અધ્યક્ષ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે મધબી બૂચે સવારે પેનલને જાણ કરી હતી કે કેટલાક કારણોસર તેઓ મીટિંગમાં હાજર રહી શકશે નહીં.

પીએસીમાં શાસક અને વિપક્ષ સાંસદો છે. આજે પેનલ માધબી બુચ અને 3-4 વરિષ્ઠ અધિકારીઓની ટીમની પૂછપરછ કરવાની હતી. આજે અધિકારીઓને ગંભીર તપાસનો સામનો કરવો પડે તેવી ધારણા હતી.

SEBIની કામગીરીની સમીક્ષા કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે, વિપક્ષી સાંસદો માધબી બુચ સામેના આરોપોની તપાસ કરવા મક્કમ છે.

પીએસીની બેઠક મુલતવી રાખ્યા બાદ, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે વેણુગોપાલ પર એકપક્ષીય નિર્ણયો લેવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું હતું કે ભાજપ અને તેના સાથી પક્ષોના સભ્યો સહિત સમિતિના કેટલાક સભ્યો વેણુગોપાલના વર્તન સામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો સંપર્ક કરશે.

| Also Read: SEBI ના વડા માધવી પુરી બુચ પર લાગ્યો આ મોટો આક્ષેપ, નાણા મંત્રાલયને અધિકારીઓએ કરી ફરિયાદ

પીએસીના સભ્ય બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. તેમણે કે સી વેણુગોપાલ પર કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને દેશની અર્થવ્યવસ્થાને અસ્થિર બનાવવા માટે આધાર વગરના મુદ્દાઓ ઉઠાવવાનો આરોપ મૂક્યો. નિશિકાંત દુબેએ આક્ષેપ કર્યો હતો કે વેણુગોપાલના પગલા રાજકીય રીતે પ્રેરિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker