ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: વાત ઈન્ડો-વેસ્ટર્ન યુવતીની…
શ્વેતા જોષી-અંતાણી –
કહેવાય છે ને કે તમે વતનથી દૂર જઈ શકો, પણ વતન તમારાથી ક્યારેય દૂર જતું નથી. તમે દુનિયાના કોઈ પણ ખૂણે વસતા હો, પણ વતન તમારી અંદર ક્યાંક ને ક્યાંક વસેલું રહે છે.
આજે પરદેશ જઈ સ્થાયી થયેલા ભારતીય પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને અજાણપણે વિષચક્રમાં ફસાવી દે છે. પોતાનાં સંતાન કમાણી ડૉલરમાં કરે અને કલ્ચર ભારતીય જાળવી રાખે એવો દુરાગ્રહ એ રાખે છે.
વિહાને ત્યાં આવેલી દેવશ્રી પણ આવી જ એક એન.આર.આઈ ટીનએજર છે, જેના પર ધરાર ભારતીય મૂલ્યોનો ભાર ખડકી દેવામાં આવ્યો છે.
| Also Read: પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ
દેવશ્રી પંદર વર્ષની ઈન્ડિયન અમેરિકન ટીનએજર છે. એનો પરિવાર એ જન્મી ત્યારથી અમેરિકામાં વસેલો છે. એક તરફ એના પેરેન્ટ્સ પોતાના મૂળભૂત સ્વભાવ સંસ્કાર સાથે બાંધછોડ કરવા બિલ્કુલ તૈયાર નથી. અને બીજી તરફ દેવશ્રી અગાઉનાં વર્ષોમાં સ્કૂલમાં પડેલી પોતાની ક્ધઝર્વેટિવ ઈન્ડિયન ગર્લની છાપને સદંતર ભૂંસી નાખવા માગે છે.
એ હવે ટ્રેન્ડી, ન્યુ, સ્ટાઈલીશ, દેખાવે હોટ અને સ્વભાવે એકદમ કુલ બનવા ઈચ્છે છે, પણ પોતાના ફ્રેન્ડ્સ, ફેમિલી અને ફિલિંગ્સના ચક્કરમાં હોટ-કુલનું કોમ્બિનેશન કરવું દેવશ્રી માટે એટલું સહેલું પણ નથી. અમેરિકન હાઈસ્કૂલ, માતા-પિતાના એની પર મુકાતાં બંધન, ખુદના ચિત્ર-વિચિત્ર ટીનએજ સપનાં અને આ બધાને બેલેન્સ કરવા મથતી દેવશ્રી તો વિહા માટે કોયડા સમાન છે. દેવશ્રી વિષે એને જલ્દી બધું જાણી લેવું છે એટલે વિહા ચોવીસ કલાક દેવશ્રીનો કેડો કેમ કરીને મુકતી નથી. વિહા ભલે દેવશ્રીની કઝીન હોય, પણ અમેરિકામાં દેવશ્રીને સતત વિહા કેટલી ડાહી છે, કેવી સંસ્કારી છે એવું સંભળાવતી મમ્મી જાણે અજાણે વિહા તરફ એને વણજોઈતો અણગમો ઉત્પન્ન કરાવી દીધો છે. એટલે એક તરફ પરિવાર આતુર છે કે આ બહેનો વચ્ચે સરસ રેપો બંધાય, પણ બીજી તરફ દેવશ્રી જેનું નામ. ગુસ્સૈલ સ્વભાવની એ ટીનએજર એમ જલ્દીથી મચક આપે એમ નથી તો સામે વિહા પણ કંઈ ઊણી ઊતરે એવી તરુણી નહોતી.
જોકે, એકદિવસ ઘરમાં વિહાને એના પેરેન્ટ્સ સાથે વાંધો પડેલો જોઈ પહેલીવાર દેવશ્રીને આ વિહા પોતાના જેવી લાગી. પછી તો ધીમે-ધીમે બન્ને બહેનો વચ્ચે બહેનપણાં સંધાતા વાર લાગી નહીં.
ધીમે ધીમે વિહાને ખ્યાલ આવ્યો કે, દેવશ્રી એટલે બે તદ્દન વિરોધાભાસી કલ્ચર વચ્ચે ભિસાતી લાગણીઓમાં પિસાતી ટીનએજર ગર્લ…. ટીનએજ ટેન્ટ્રમ્સની િીયયક્ષ બયય. દાદા-દાદી સાથે સખ્ત રીતે લાગણીઓથી જોડાયેલી દેવશ્રી એમનાથી છુટ્ટા પડવાનો વખત આવતાં જ સાયકો-સોમેટીક રિએકશન આપે છે. આવી પ્રતિક્રિયામાં વ્યક્તિને લાગેલા માનસિક આઘાતની અસર એના શરીર પર થતી જોવા મળે છે. આના પરિણામ સ્વરૂપ દેવશ્રી લગભગ દરેક સાથે બોલવાનું બંધ કરી દે છે. સાવ મૂંગી થઈ ગઈ હોય એમ વર્તતી દેવશ્રી હોંશિયાર હોવા છતાં સ્કૂલમાં ટીચરના પ્રશ્ર્નોનો જવાબ દેતી નથી. મિત્રો સાથે પણ કોઈ વાત નહીં. મમ્મી-પપ્પા તો દુશ્મન હોય એમ સામે જોવાનું પણ ટાળે. ધીમે-ધીમે ચારેકોર એ વાત પ્રસરી ગયેલી કે દેવશ્રી તકલીફમાં છે, પરંતુ એક દિવસ સ્કૂલમાં એને સખ્ત ગમતા છોકરાએ એની સાથે વાત કરવાની પહેલ કરી અને બસ, દેવશ્રી બિલ્કુલ ઠીક થઈ ગઈ. દેવશ્રીના મોં એ લાગેલું તાળું ખૂલી ગયું. હવે આવું થવાથી બધા એવું સમજવા લાગ્યા કે એ લોકોની સહાનુભૂતિ મેળવવા એ નાટક કરતી હતી. આ વાત દેવશ્રીને વધુ અકળાવવા લાગી.. એ અકળામણ સાથે જ દેવશ્રી ઈન્ડિયા આવેલી….
| Also Read: શું હમ દો હમારે દો મુશ્કેલીઓ વધારશે? ગુજરાતમાં પણ બાળકો…
જોકે, દેવશ્રી એક ઉત્તમ ઉદાહરણ છે ટીનએજ છોકરીઓના મગજમાં ચાલતી અવઢવને સમજવાનું. સતત આવેગોને વશ કરતી જીવતી દેવશ્રીની પાછી બે બેસ્ટ ફ્રેન્ડસ છે. કમ્પ્યુટરની દુનિયાનો એક્કો એવી ફિયોના અને આર્ટિસ્ટિક સ્વભાવની નાટકોની ડ્રામા ક્વિન એવી અલિશા. પોતાની સ્કૂલ લાઈફના ઉતાર-ચડાવ અને ફેમિલી લાઈફ કે જેમાં મા, દાદી, બહેન એમ ફિમેલ એનર્જીથી ભરેલું ઘર છે એ બન્ને વચ્ચે બેલેન્સ કરતી દેવશ્રીને મા સાથે નાનામાં નાની વાતે ઘર્ષણ થયાં રાખે. સ્કૂલમાં પોતાના જેવા જ હોંશિયાર, ભણેશરી અને સતત જેની સાથે કોઈના કોઈ બહાને ઝઘડો થતો રહેતો હોય અને સહજ આકર્ષણ પણ રહ્યા કરતું હોય એવો બેન… તો એના સપનાનો રાજકુમાર એવો સ્કૂલમાં સૌથી લોકપ્રિય, સ્પોર્ટસ ટીમનો કેપ્ટન… આ દરેક લાગણીઓ વચ્ચે એનું મન અટવાયા રાખે.
દેવશ્રીને સ્કૂલમાં સહુ ક્રેઝી કહે છે, કારણકે એ આક્રમક, આવેગશીલ અને અધીરી છે. એ ઈર્ષ્યા કરે, મદદ કરે, ભૂલો કરે, ગુસ્સો કરે, રડે, હસે, જીદ્દ કરે પણ ભણવામાં અવ્વલ. આગળના ભણતર માટે હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ લેવો એ એનું અંતિમ
લક્ષ્ય છે.
| Also Read:બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા
વિહા અને દેવશ્રી એકબીજા પાસે મન ખોલીને આવી અનેક વાતો કરે. પોતાના ફર્સ્ટ ક્રશથી માંડીને બેસ્ટ ફ્રેન્ડ્સ, બોય ફ્રેન્ડ્સ, જાતને ઓળખવાની ક્ષણો, ટીનએજ તકલીફો બધા વિશે વાતો કરતા રહે છે. અંતે વિહા સાથે વાતો કરતા દેવશ્રી સમજી શકી કે, મનમાં ધરબાયેલા આઘાતો સાથે બદલાતા મૂડ સ્વિંગ્સ, નજીવી વાતમાં ઊભા કરાતા પહાડ જેવા પ્રશ્ર્નો, ટીનએજની સમસ્યાઓ અને મનોમંથન એમના કલ્ચર અને સામાજિક સ્ટેટસમાં તફાવત હોવા છતાંય એકસરખા છે તો વિહાને ભારતીય પરંપરા સાથે પશ્ર્ચિમી સભ્યતાને અપનાવવા મથતી દેવશ્રીની રોલર કોસ્ટર સમાન જિંદગીમાં ડોકિયું કરતાં સમજાયું કે, દેશ-દુનિયાની કોઈ પણ અલગ અલગ સભ્યતા કેમ ના હોય, ટીનએજના અનુભવો ચોક્કસ એકસમાન હોય છે.