અમદાવાદઆપણું ગુજરાત

શું હમ દો હમારે દો મુશ્કેલીઓ વધારશે? ગુજરાતમાં પણ બાળકો ઘટી રહ્યા છે ને…

અમદાવાદઃ ભારતની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આપમે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયા છે ત્યારે સ્વાભાવિક છે કે વસ્તી ઘટાડાના તમામ ઉપાયો આપણે કરવા જોઈએ. ઘણા વર્ષો પહેલા જ આની શરૂઆત કરી હમ દો હમારે દોનો નારો આપવામાં આવ્યો હતો અને દરેક દંપતીને માત્ર બે સંતાનને જ જન્મ આપી પરિવાર નાનો રાખવાનો અનુરોધ કરવામાં આવતો હતો. આમ થયું પણ અને એક બહુ મોટો વર્ગ છે જેમણે વધીને 2 અથવા એક જ સંતાનના માતા-પિતા બનવાનું પસંદ કર્યું છે. આનું એક કારણ વધતી મોંઘવારી, અઘરું અને મોંઘુ શિક્ષણ પણ છે. જોકે હવે જે અહેવાલો આવી રહ્યા છે તે વસ્તી નિયંત્રણના ઉપાયો મામલે ફેરવિચાર કરવા મજબૂર કરી રહ્યા છે.

બે દિવસ પહેલા જ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બે કરતા વધારે સંતાનો પેદા કરવાની વાત કહી હતી. ત્યારે ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જન્મદરમાં સાત ટકાનો ઘટાડો હોવાનું અને આવતા 12 વર્ષોમાં વૃદ્ધોની સંખ્યા વધી જવાનું અહેવાલ જણાવે છે. રાજ્યમાં બાળ જન્મદરમાં સૌથી વધુ 33 ટકાનો ઘટાડો વડોદરા જીલ્લામાં નોંધાયો છે. એક તરફ વૃદ્ધોની સંખ્યા વધે ને બીજી બાજુ બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે કોઈપણ વિકસિત રાજ્ય માટે ચિંતાનો વિષય છે.
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) અનુસાર ઈન્ડિયા એજીંગ રિપોર્ટ 2023 મુજબ ગુજરાતમાં 2021માં સિનિયર સિટિઝન્સ (60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ)ની સંખ્યા 10.4 ટકા હતી જે 2036માં વધીને 15.4 ટકા સુધી પહોંચી શકે છે. ભારત માટે આ વધારો 10.1 ટકાથી 15 ટકા છે. આમ ગુજરાતમાં વૃધ્ધોની વસતી દેશની સરેરાશ કરતા વધુ થઈ શકે છે. રાષ્ટ્રીય સ્તરે 100 બાળકોએ 39.3 વૃદ્ધોની સરેરાશ છે અને તેની સરખામણીએ ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ કરતાં પશ્ચિમ ઝોનમાં આ ગુણોત્તર દર 100 બાળકે 49 વૃદ્ધનો છે.

રાજ્ય સરકારના નોંધાયેલા છેલ્લા બે દાયકાના જન્મ દરના રેકર્ડ મુજબ રાજ્યમાં 2003માં 10.97 લાખ બાળજન્મ થયા હતા. 2013માં આ સંખ્યા 15 ટકા વધીને 12.66 લાખ થઈ હતી. પરંતુ પછીના દાયકામાં આ સંખ્યા ઘટીને 11.76 લાખ થઈ ગઈ હતી, જે સાત ટકાનો ઘટાડો છે.

ડેટા અનુસાર શહેરી વિસ્તારોમાં વધારે ઘટાડો નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં 2013માં 1.43 લાખથી 22 ટકા ઘટીને 2023માં 1.26 લાખ થયો હતો. સૌથી વધુ 33 ટકાનો ઘટાડો વડોદરા જીલ્લામાં હતો જયારે રાજકોટ જીલ્લામાં છેલ્લા દાયકામાં જન્મ દરમાં 26 ટકાનો ઘટાડો છે. રાજકોટ જીલ્લામાં 2013માં 0.85 લાખ બાળકોનો જન્મ થયો હતો તે સંખ્યા 2023માં 0.63 લાખ હતી. વડોદરામાં 0.73 લાખ સામે 0.40 લાખ હતી. જોકે આ ગાળામાં સુરતમાં બાળ જન્મદરમાં એક ટકાનો વધારો નોંધાયો છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker