એક સમયે જેની જ્વેલરી પ્રમોટ કરતી હતી, આજે તેની પ્રોપર્ટીની માલિક બની ગઇ આ અભિનેત્રી
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એક એવી વ્યક્તિની પ્રોપર્ટી ખરીદી છે જેના કારણે તે સમાચારમાં આવી ગઇ છે. સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ મુંબઈનું પ્રખ્યાત રિધમ હાઉસ મ્યુઝિક સ્ટોર ખરીદ્યો છે. આ પહેલા પણ આનંદ આહુજાના પિતાએ તેમના માટે લંડનમાં 231.47 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી.
આ પ્રોપર્ટી ભાગેડુ નીરવ મોદીની છે, જે PNB બેંકમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયો હતો.
અભિનેત્રીએ આ પ્રોપર્ટી 48 કરોડ રૂપિયામાં ખરીદી છે. આમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે જ્યારે એક સમયે નીરવ મોદીનો સિતારો ઝળહળતો હતો ત્યારે નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ કરનાર સેલિબ્રિટીઓમાં સોનમ કપૂરનો પણ સમાવેશ થતો હતો. આમ એક સમયે નીરવ મોદીની બ્રાન્ડને પ્રમોટ કરનાર અભિનેત્રી આજે તેની સંપત્તિની માલિક બની ગઇ છે.
ભાગેડુ નીરવ મોદીની પ્રોપર્ટી રિધમ હાઉસ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાની કંપની ‘ભાણે ગ્રુપ’ દ્વારા ખરીદી લેવામાં આવી છે. આ કપલે મુંબઈનું ‘રિધમ હાઉસ’ લગભગ 48 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ મ્યુઝિક સ્ટોર દક્ષિણ મુંબઇના કાલા ઘોડા વિસ્તારમાં આવેલો છે, જે અગાઉ નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડનો હતો, પરંતુ તે 2018 થી બંધ છે.
આ સ્ટોર 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંધ થયા પહેલા તે ખૂબ જ લોકપ્રિય હતો, પણ બેંક લોન ન ચૂકવવાના કારણે બંધ થઈ ગયો હતો. બંધ થયા બાદ આ સ્ટોર Indian bankruptcy courtની દેખરેખ હેઠળ હતો. ફાયરસ્ટારની સંપત્તિના વેચાણની દેખરેખ રાખતા અધિકારી શાંતનુ ટીરે દ્વારા તેના વેચાણની પુષ્ટિ કરવામાં આવી છે .
Also Read – થાઈલેન્ડમાં મોજ માણતી નિયા શર્માની બોલ્ડ તસવીરો વાઈરલ, ચાહકોએ આપી સલાહ
સોનમ કપૂર અને આનંદ આહુજાની કંપની ભાણે ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે રિધમ સ્ટોર ખરીદી લીધો છે. જોકે, તેણે પૈસા વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રવક્તાએ કહ્યું હતું કે ખરીદીને લગતી તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં આ વિશે માહિતી આપીશું. જાણકારી માટે કે ભાણે ગ્રૂપ કંપની ભારતની સૌથી મોટી કપડાં ઉત્પાદક કંપનીઓમાંની એક છે. જે તેના કપડા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને પણ સપ્લાય કરે છે. ભાણે ગ્રુપ ભારતમાં રિટેલ સેક્ટરમાં નાઇકી અને કન્વર્સ સ્ટોર્સ ચલાવે છે.
સોનમ અને આનંદ અતિશય રિચ કપલ છે. આ કપલ પાસે દિલ્હીમાં એક આલીશાન બંગલો પણ છે, જેની કિંમત 173 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી આહુજા પરિવારે વર્ષ 2015માં ખરીદી હતી.
સોનમ કપૂરે 2018માં કરોડપતિ અને પ્રખ્યાત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આનંદ આહુજા પાસે કુલ 4000 રૂપિયાની સંપત્તિ છે. જેમાં દિલ્હીમાં તેનું આલીશાન ઘર સામેલ છે. જો સોનમ કપૂરની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 115 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે દર વર્ષે 12 કરોડ રૂપિયા કમાય છે, જેમાં ફિલ્મ કારકિર્દી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની કમાણીનો સમાવેશ થાય છે.