એમવીએના સિટ શેરિંગમાં 15 બેઠકનો હિસાબ નથી મળતો તો કૉંગ્રેસે આપ્યું આ કારણ
મુંબઈઃ મહાવિકાસ આઘાડીની બેઠકની ફોર્મ્યુલા જાહેર થઈ ગઈ છે. ત્રણેય પક્ષ 85 બેઠક પર ચૂંટમી લડશે તેમ નક્કી થયું હોવાની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું કે અમે 270 બેઠક ત્રણેય પક્ષ વચ્ચે વહેંચી છે અને બાકીની અમારા અન્ય મિત્રપક્ષો સાથે વહેંચવામાં આવશે, પંરતુ 85 બેઠકને ત્રણથી ગૂણો તો 255 જ થાય ત્યારે બાકીની 15 બેઠક વિશે શું તેવો સવાલ ઊભો થતો હતો અને આ બેઠકો પર હજુ સહમતી નથી થઈ અને ખેંચતાણ ચાલી રહી છે, તેવા અહેવાલો વહેતા થયા હતા.
આ પણ વાંચો…..Election UBT List: ઉદ્ધવ ઠાકરે જૂથે 65 ઉમેદવારને કરી જાહેરાત, કોને ક્યાંથી મળી ટિકિટ?
આ મામલે કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવારે સ્પષ્ટતા કરી છે. વડ્ડેટીવારે જણાવ્યું હતું કે આ 15 જગ્યા મામલે અમારી ચર્ચા ચાલુ છે. અમે અમુક બેઠકોની અદલાબદલી કરવાના છીએ. મિત્રપક્ષો સાથે અમે સમાધાન કરવા તૈયાર છીએ. અમે ક્યા પક્ષને કેટલી બેઠકો મળે તે આંકડા વિશે વિચાર્યું જ નથી, જે બેઠક પર જે પણ પક્ષની જીતની સંભાવના વધારે હોય તેને તે બેઠક આપવામાં આવી છે. વિદર્ભમાં કૉંગ્રેસ મજબૂત હોવાથી અમે 40થી વધારે બેઠક પર લડીશું. બાકી કહેલી 15 બેઠકમાંથી કૉંગ્રેસના ભાગે વધારે આવે તેવી સંભાવના છે, તેેમ પણ તેણે જણાવ્યું હતું.
જોકે એનસીપી (અજિત પવાર)ના નેતા અમોલ મિટકરીએ આ બાકી 15 જગ્યા વિશે ટોણો મારતી ટ્વીટ પોસ્ટ કરી છે. ત્યારે આ 15 બેઠક પર કોકડું ગૂંચવાયેલું હોય તેમ જણાઈ રહ્યું છે.