મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેર બજારમાં નરમાશ જોવા (Indian stock market) મળી રહી છે. એવામાં આજે ગુરુવારે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 16.32 પોઈન્ટના વધારા સાથે 80,098.30 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 67.30 પોઈન્ટના વધારા સાથે 24,412.70 પોઈન્ટ પર ખુલ્યો હતો.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 22 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે 8 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા. તેવી જ રીતે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં અને 18 કંપનીઓના રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટીની 5 કંપનીઓના શેર કોઈ ફેરફાર વગર ખુલ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે ફ્લેટ ઓપનિંગ સાથે ખુલ્યો હતો. HUL અને Hindalco જેવા શેરમાં 4-4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બુધવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ 0.93 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. જેએસડબ્લ્યુના શેર 0.80 ટકાના વધારા સાથે, એચડીએફસી બેન્કનનો શેર 0.77 ટકાના વધારા સાથે, અદાણી પોર્ટ્સના શેર 0.63 ટકાના વધારા સાથે, ટાટા સ્ટીલના શેર 0.57 ટકાના વધારા સાથે, ICICI બેન્કના શેર 0.54 ટકાના વધારા સાથે, સન ફાર્માના શેર 0.50 ટકાના વધારા સાથે ખુલ્યા હતાં.
હિન્દુસ્તાન યુનિલિવરનો શેર આજે 1.97 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 0.48 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.44 ટકા, TCSના શેરમાં 0.42 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.20 ટકા, પાવરગ્રિડના શેરમાં 0.11 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં 0.09 ટકા અને કોટક બેન્કના શેરમાં 0.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો.