IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડે ટોસ જીતી કર્યો આ નિર્ણય, ભારતીય ટીમમાં ૩ મોટા બદલાવ

પુણે: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ (IND vs NZ 2nd Test) આજે ગુરુવારથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે..ઈજાના કારણે મેટ હેનરીના સ્થાને મિશેલ સેન્ટનરને તક મળી છે.
| Also Read: મુંબઈમાં જામી છે પંજો લડાવાની હરીફાઈ!
ભારતની પ્લેઈંગ 11માં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદર ટીમમાં પરત ફર્યા. કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યા નથી.
બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની કારમી હાર થઇ હતી. સિરીઝમાં ન્યુઝીલેન્ડ 1-0થી આગળ છે.
ભારતની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.
| Also Read: અમદાવાદમાં ગુરુવારે પ્રથમ વન-ડે: ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ!
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, મિશેલ સેન્ટનર, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.