ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, આગામી દિવસોમાં ગરમી વધશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચથી સાત દિવસ દરમિયાન રાજ્યભરના વિવિધ શહેરોના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
| Also Read: 15 વર્ષમાં નહિ જોયેલી મંદીનો માર” ઘર સુશોભનની ચીજવસ્તુના કારીગરોની દિવાળી બગડી!
બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે. આજે દિવસ બાદ ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે, પરંતુ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થાય તેની કોઈ સંભાવના નથી. અમદાવાદમાં આગામી સમયમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ગુજરાતના ખેડૂતોને હાંશકારો થયો છે.
બેવડી ઋતુનો અનુભવ:
ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો તફાવત થતાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ અને સૂર્યાસ્ત બાદ થોડાક અંશે ઠંડકનો અનુભવ થશે. ગુજરાતમાં વરસાદે હજુ માંડ વિરામ લીધો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી દિવાળી સુધી સુકુ અને ગરમ હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી પડેલા માવઠાને કારણે જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતોના તૈયાર કપાસ, મગફળી, સોયાબીન સહિતાના પાક ધોવાઇ ગયા છે.
| Also Read: ઠગોથી સાવધાન! અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદમાં રૂ. 41.75 લાખની છેતરપિંડી…
વાવાઝોડા દાનાની ગુજરાત પર કોઈ અસર નહી:
ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે દરિયામાં આવનારા વાવાઝોડાંની અસર કરતાં હોય છે. ગુજરાત પર અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાંની સીધી અસર થતી હોય છે. બંગાળની ખાડીમાં બનનારા વાવાઝોડાંની સીધી અસર ગુજરાત પર થતી નથી.