હવે ગધેડાને મારીને કમાણી કરશે પાકિસ્તાન: ચીન સાથે થયો કરાર…
ઇસ્લામાબાદ: કંગાળ પાકિસ્તાન હવે પૈસા કમાવવા માટે આ વર્ષના અંત સુધીમાં ચીનને મોટા પાયે ગધેડાની ચામડી અને માંસની નિકાસ કરવાનું વિચારી રહ્યું છે. ચીનમાં આ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સંશોધન મંત્રાલયના એક અધિકારીએ મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. ચીન સાથે થયેલો આ કરાર 216,000 ગધેડાઓનાં ચામડાં અને માંસના વાર્ષિક પુરવઠા માટે છે.
આ પણ વાંચો : Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત
જુલાઈમાં, પાકિસ્તાનના વાણિજ્ય સચિવે એક બેઠકમાં કહ્યું હતું કે ગધેડાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને પાકિસ્તાન પહેલાથી જ ગધેડાનું પાલન કરવાનું શરૂ કરી ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે ગધેડાની ચામડી માટે ચીન સાથે કરારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જ્યારે ગધેડાના માંસની નિકાસ અંગે ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાન પાસે 52 લાખ ગધેડા:
ડૉ. ઇકરામે એ પણ માહિતી આપી હતી કે પાકિસ્તાન આ નિકાસને સરળ બનાવવા માટે ગ્વાદરમાં નવા કતલખાનાઓ બનાવી રહ્યું છે. સ્થાનિક બજારો આ પગલાથી પ્રભાવિત રહેશે નહીં. આ કતલખાનાઓમાં દર વર્ષે 2,16,000 ગધેડાઓને મારવાની ક્ષમતા હશે. ડૉ.ઈકરામે કહ્યું કે પાકિસ્તાન પાસે અત્યારે 52 લાખ ગધેડા છે.
પાકિસ્તાનના કરાચી જેવા શહેરોમાં હજુ પણ ગધેડાગાડાનો ઉપયોગ થાય છે. નાના વિસ્તારો ફક્ત તેમના પર નિર્ભર છે. આવી સ્થિતિમાં તેમની વસ્તીમાં ઘટાડો થવાની આશંકા છે. ઇકરમે પણ ગધેડાની વસ્તીને જાળવી રાખવાની જરૂરિયાતનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે તેના માટે સંવર્ધન સુવિધાઓ જાળવવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે સ્થાનિક ફાર્મા સાથે ચીની કંપનીઓની ભાગીદારી માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.