પારસી મરણ
સોલી હોેરમઝજી મોદી તે ઓસતી બેપસીના ધની. તે મરહુમો ઓસતી શીરીન એરવદ હોરમઝજી મોદીના દીકરા. તે એરવદ મેહરના પપા. તે ઓસતી અનાહીતાના સસરા. તે મરહુમ રતી ફિરોઝ પંથકીનાના ભાઈ. તે મરહુમો શીરીન એરચ કાસદના જમાઈ. (ઉં. વ. ૯૧) ર.ઠે. આર ૧૫ ગોદરેજ બાગ, નેપીયનસી રોડ, કમબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૧૦-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છે જી.
દોલી શાવક મીસ્ત્રી તે મરહુમ શાવક અરદેશીર મીસ્ત્રીના ધનિયાની. તે મરહુમો જરબઈ જમશેદજી પતેલના દીકરી. તે આઝમીના માતાજી. તે નીલ રુશી સોલંકીના સાસુ. તે મરહુમો શેરુ, દીનુ, વીલુ, જાલ ને અદીના બહેન. તે આયાનાના મમઈ. (ઉં. વ. ૮૨) ર.ઠે. ૨૯/બી સાગર સંગીત, ૫૮ કોલાબા રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૧૦-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ઓલબલેસ બંગલીમાં છે જી.
આરમીન મીનુ મરચંટ. તે મીનુના ધનિયાની. તે મરહુમો ઓસતી બાનુ ને એરવદ દોરાબ સુરતીના દીકરી. તે શેહનાઝ ને ઝુબીનના માતાજી. તે ફરઝાદના સાસુજી. તે ઝીનોબીયાના બહેન. તે દેલનાઝ ને વાહબીઝના માસી (ઉં. વ. ૬૫) ર.ઠે. સરસ્વતી સદન, રૂમ નં. ૨૭, ત્રીજે માળે, રામ મંદિર રોડ, ખેર નગર, બાન્દ્રા (ઈ.). મુંબઈ-૪૦૦૦૫૧. તા. ઉઠમણાંની ક્રિયા: ૨૪-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બાન્દ્રા પંથકી અગ્યારીમાં છે જી.
શાપુર મીનોચેર ખંદાદીયા તે મરહુમ હુતોકશીના ધની. તે મરહુમો આઈમાય મીનોચેર ખંદાદીયાના દીકરા. તે દિપલ, નાઝનીન, દીલબરના પપા. તે ઝકસીસ, ઝુબીન અભુજીના સસરા. તે યાસમીન તથા મરહુમો ઝરીન ને કુમીના ભાઈ. તે તહેરાન, ફરહાન, ફરઝાદ, કેયનાઝના મમાવા. (ઉં. વ. ૮૧) ર.ઠે. ૪૪-એ બાટલીવાલા વીલા, સ્લેટર રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે મીઠાઈવાલા અગ્યારીમાં.
વિલી નરી માણેકશા (ઉં.વ. ૯૭) તા. ૨૩-૧૦-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ નરીમાનના વાઈફ. મરહૂમ રતનમાઈ અને મરહૂમ ફરામરોઝના દીકરી. ફિરોઝ અને મરહૂમ રોડાબેના મધર. નૌશીરના સાસુ. સનયા, પેશવાનના ગ્રેન્ડ મધર. ઉઠમણાંની ક્રિયા: ૨૪-૧૦-૨૦૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.