નેશનલ

ચક્રવાત ‘દાના’ એલર્ટઃ ઓડિશામાં 288 રેસ્ક્યૂ ટીમ તહેનાત, 10 લાખ લોકોનું કરાશે સ્થળાંતર…

ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સવારે ચક્રવાતી તોફાન ‘દાના‘માં પરિવર્તિત થયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કર્યું હતું. 14 જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવદળની ટીમ તૈનાત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : બેંગલુરુમાં વરસાદી પાણીમાં માછલીઓ આવી તણાઈને, લોકોએ કરી માછીમારી, જુઓ વીડિયો…

રાજ્ય સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 19 ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 51 ટીમ અને ફાયર સર્વિસની 178 ટીમ તૈનાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 40 વધારાની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ બુધવારે સવારે 150 એનડીઆરએફ જવાનો અને રાહત સામગ્રીને બે વિમાનમાં ભુવનેશ્વર પહોંચાડી હતી. અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, ભદ્રક, બાલાસોર, ક્યોઝર, ઢેંકનાલ, ગંજમ અને મયૂરભંજ જિલ્લાઓને ‘એલર્ટ’ પર મૂકવામાં આવ્યા છે.

વિશેષ રાહત કમિશની ઓફિસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “રાજ્યએ 14 જિલ્લાઓમાં 3,000થી વધુ સંવેદનશીલ સ્થળો (ગામો)ની ઓળખ કરી છે અને તે મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારમાં છે.” ત્યાંથી લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

શુક્રવારે સવારે ચક્રવાત દાના ટકરાય તે અગાઉ લગભગ 10,60,336 લોકોને સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે જાન-માલની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના નવા બુલેટિન મુજબ, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર રચાયેલ ડીપ ડિપ્રેશન 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે અને ચક્રવાતી તોફાન ‘દાના’ માં પરિવર્તિત થશે.

હવામાન વિભાગે કહ્યું હતુ કે “તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

આવતીકાલની રાતથી 25 ઑક્ટોબરની સવાર સુધી તે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે. દરમિયાન પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. 24 અને 25 ઓક્ટોબરના રોજ ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને બાલાસોર, મયૂરભંજ અને જાજપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Cyclone Dana: આ રાજ્યમાં ફરી એક વાર ચક્રવાતનો ખતરો, IMDએ આપ્યું એલર્ટ

ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, “તમામ માછીમારો મંગળવાર સાંજ સુધીમાં દરિયાકાંઠે પરત ફર્યા હતા.” પૂજારીએ લોકોને વહીવટીતંત્રને સહકાર આપવા અને બુધવારે સાંજ સુધીમાં આશ્રય શિબિરોમાં જવાની અપીલ કરી હતી. “અમે શિબિરોમાં ખોરાક, પીવાનું પાણી, બેબી ફૂડ અને મહિલા પોલીસ જેવી તમામ વ્યવસ્થા કરી છે.

Back to top button
ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker