તમે પણ Bank Lockerમાં રાખો છો જ્વેલરી તો આ વાંચી લો, પછી કહેતા નહીં કે…
આપણામાંથી ઘણા લોકો પોતાની મૂલ્યવાન વસ્તુઓ, ઘરેણાં બેંકના લોકરમાં મૂકે છે, જો તમે પણ બેંક લોકરમાં ઘરેણા મૂકો છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. આ સમાચાર વાંચીને ચોક્કસ જ તમે ચોંકી ઉઠશો.
કિસ્સો છે ગાઝિયાબાદના મોદીનગર ખાતે આવેલા રાજ ચૌપલે સ્થિત એક બેંકનો. આ બેંકના લોકરમાં મૂકવામાં આવેલા ઘરેણાં ગાયબ થઈ ગયા હતા. સોમવારે પીડિત પરિવારને બેંકમાંથી એક કોલ આવ્યો અને જ્યારે પીડિત પરિવાર બેંક પહોંચ્યો ત્યારે જે નજારો જોવા મળ્યો એ જોઈને ચોરીનો આક્ષેપ મૂકીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ફરિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે બેંકના લોકર બી-42માં 20 વર્ષ પહેલાં ઘરેણાં મૂક્યા હતા. આ લોકર ઈશા ગોયલ, તેમના પતિ અંકુશ અને સસરા જયકિશનના નામે છે. સોમવારે ઈશાને ફોન આવ્યો કે તમારું લોકર ખુલ્લું છે. પરિવાર હાંફળો ફાફળો થઈને બેંક પહોંચ્યો અને ત્યાં જઈને જોયું તો લોકરમાંથી બધા ઘરેણાં ગાયબ હતા.
આ પણ વાંચો : ગાઝિયાબાદમાં નોકરાણીની ‘હરકતો’ પર શંકા ગઈ, રેકોર્ડિંગ કરતા હોશ ઉડી ગયા, જેલમાં જવું પડ્યું
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર લોકરમાંથી તમામ ઘરેણા ગાયબ હતા, અને આ ઘરેણાની કિંમત લાખોમાં હતી. આ મામલે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને હાલ તો બેંકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. બેંકના મેનેજર દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે લોકર જેમના નામે છે એમણે જ ચાવીથી લોકર ખોલીને ઘરેણાં કાઢ્યા છે. ચોરીનો કરાઈ રહેલો આક્ષેપ ખોટો છે.