Vicky Kaushal ના પિતા આ ખાસ નામથી બોલાવે છે વહુ Kartina Kaif ને…
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એડોરેબલ કપલમાંથી એક છે. ડિસેમ્બર, 2021માં બંનેએ લગ્ન કર્યા હતા. વિક્કી અને કેટરિનાને કેમેસ્ટ્રી અને એકબીજા માટેનો પ્રેમ જોઈને ફેન્સ હંમેશા ખુશ થઈ જાય છે. આ કપલ એકબીજા સાથે તો સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરે જ છે, પણ એકબીજાના પરિવાર સાથે પણ બંનેનો ખાસ બોન્ડ જોવા મળે છે.
આ પણ વાંચો : હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?
હાલમાં જ કરવા ચૌથ પર વિક્કીની મમ્મી પોતાની લાડકવાયી વહુને દુલાર કરતાં જોવા મળ્યા હતા. આખા કૌશલ પરિવારે સાથે મળીને આ તહેવારની ઊજવણી કરી હતી તો સામે પક્ષે વિક્કી પણ અવારનવાર પોતાના સાસુ-સસરા સાથે જોવા મળે છે. વિક્કીનો પરિવાર પણ કેટરિનાને ખૂબ જ પ્રેમ કરે છે અને કેટરિના પણ અનેક વખત પોતાના સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા પ્રેમ વિશે વાત કરી ચૂકી છે અને એમના માટે પ્રેમ વ્યક્ત કરી ચૂકી છે.
આ પણ વાંચો : શું katrina-kaif બ્લેક કોર્ટમાં બેબીબમ્પ છુપાવી રહી છે ?
2022 માં કેટરિના કૈફે ખુલાસો કર્યો કર્યો હતો કે સસરા શામ કૌશલ અને સાસુ વીના કૌશલે તેને એક ખૂબ જ સુંદર નિક નેમ આપ્યું છે. એક્ટ્રેસ કપિલ શર્માના શો પર પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો કર્યો હતો. કેટરિનાને તેના સાસુ-સસરા કિટ્ટો કહીને બોલાવે છે. આ સાંભળીને શો પર પહોંચેના ફોન-ભૂતના કો-સ્ટાર ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ હસવા લાગે છે.
આ પણ વાંચો : Look Katrina…આટલી બધી છોકરીઓ વચ્ચે ઘેરાઈને શું કરી રહ્યો છે વિકી
આ જ શો પર કેટરિનાએ ખુલાસો કર્યો હતો કે સાસુ વીના મારી ડાયેટનો ખાસ ખ્યાલ રાખે છે અને તે મારા માટે સ્વીટ પોટેટો એટલે કે શકરકંદ બનાવે છે, જે મારા ડાયેટનો હિસ્સો છે. આગળ કેટરિનાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં મમ્મીજી મને પરાઠા બનાવીને ખવડાવતા હતા અને હું ડાયેટ પર હતી એટલે ખાઈ નહોતી શકતી. ક્યારેક ક્યારેક એકાદ ટુકડો ખાઈ લેતી હતી. પરંતુ હવે જ્યારે અમારા લગ્નને એક વર્ષ થયું છે ત્યારે મમ્મીજી મારા માટે શકરકંડ બનાવે છે.