આજે છે અંબાણી ટ્વિન્સનો જન્મદિવસ, પિતાના પગલે પગલે ચાલે છે ઈશા અને આકાશ…
જે હંમેશાં ચર્ચામાં રહે છે તે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં આજે ડબલ સેલિબ્રેશનનો માહોલ છે કારણ કે આજે બન્નેની આંખના એક નહીં બે તારાનો જન્મદિવસ છે. આજે ઈશા અને આકાશનો જન્મદિવસ છે. આ જોડીયા ભાઈબહેન આજે 33 વર્ષના થયા છે. 23 ઑકટોબર, 1991ના રોજ જન્મેલા આ જોડીયા બાળકો હવે પુખ્ત થઈ ગયા છે, પરણીને ઠરીઠામ પણ થયા છે, પણ બન્નેએ પિતાના બિઝનેસને સારી રીતે સંભાળ્યો છે. મુકેશ અંબાણીએ અન્ય બિઝનેસહાઉસ જેવી ભૂલ ન કરતા પોતાના બિઝનેસની જવાબદારીઓ સંતાનોમાં વહેંચી દીધી છે અને સંતાનો પણ પિતાની જેમ જ ખંત અને મહેનતથી તેને આગળ વધારી રહ્યા છે.
આ પણ વાંચો : Akash Ambaniએ Amitabh Bachchanને કેમ કહ્યું અનંત સબ જાનતા હૈ…
માત્ર બે દીકરાઓને જ બિઝનેસની જવાબદારી ન સોંપતા મુકેશ અને નીતા અંબાણીએ દીકરી ઈશાને પણ તેનો મહત્વનો ભાગ બનાવી છે અને રિલાયન્સ રિટેલની જવાબદારી તેના પર નાખી છે, જેને આગળ ધપાવામાં ઈશા કોઈ કચાશ નથી છોડતી, તેમ Hurun India નો રિપોર્ટ કહે છે.
ઈશાની વાત કરીએ તો તે રિટેલ્સમાં એક પછી એક નવી ડીલ કરી રહી છે. 47મી એજીએમમાં તેણે કહ્યું હતું કે રિલાયન્સ રિટેલના એક જ વર્ષમાં 1840 જેટલા સ્ટોર ખૂલ્યા હતા.
આ પણ વાંચો : Mukesh Ambaniએ ખરીદી એટલી મોંઘી વસ્તુ, કિંમત એટલી કે 200 રોલ્સ રોયસ ખરીદી શકાય…
જ્યારે જેણે આખી દુનિયા મુટ્ઠીમાં કરી છે તે રિલાયન્સ જીયો નેટવર્કની જવાબદારી આકાશ અંબાણી પર છે. આકાશ ડેડીકેટેડલી આ જવાબદારી સંભાળે છે અને જીયો નેટવર્ક ઊંચાઈ પર જઈ રહ્યું છે. આકાશની નેટવર્થ રૂ. 3300 કરોડ હોવાનું રિપોર્ટ્ જણાવે છે.
આકાશ, ઈશા કે અનંત અંબાણી પરિવારના ત્રણેય સંતાનો સંસ્કાર અને સાદગીમાં પરિવારને પગલ ચાલે છે અને બિઝનેસને પણ દાદા અને પિતાની જેમ ઊંચે લઈ જઈ રહ્યા છે, તે જોતા તે નવી પેઢી માટે એક સારી દિશા બતાવે છે.
બન્નેને જન્મદિવસની શુભકામના
આ પણ વાંચો : રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…