ઠગોથી સાવધાન! અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદમાં રૂ. 41.75 લાખની છેતરપિંડી…
અમદાવાદ: અમેરિકા જવા અને ત્યાં વસવા માટે ગુજરાતીમાં વધુ ક્રેઝ જોવા મળે છે, જેને કારણે ગુજરાતમાં યુએસના વિઝા અપાવવાના નામે થતી છેતરપીંડીની ઘટનાઓ પણ વધુ બનતી હોય છે. એવામાં તાજેતરમાં અમદાવાદમાં રૂ.41.75 લાખની છેતરપીંડીનો થયાનો કેસ નોંધાયો છે. અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદના વેપારી અને અન્ય પાંચ-છ લોકો પાસેથી રૂ.41.75 લાખ પડાવી લેવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો : Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા
આ મામલે ગુજરાત CIDએ વિઝા કન્સલ્ટન્ટ અને તેના હૈદરાબાદ સ્થિત સાગરિત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ છેતરપિંડી ગયા વર્ષે માર્ચથી શરૂ થઈ હતી અને એક વર્ષ સુધી ચાલુ રહી હતી. આ અંગે ગત 7 ઓક્ટોબરે ફરિયાદ નોંધવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ગુજરાત CID એ અમદાવાદના વેપારી સાવન પટેલ અને અન્ય પાંચ-છ લોકો સાથે કુલ રૂ. 41.75 લાખની છેતરપિંડી થઇ હોવાનો કેસ નોંધ્યો છે. વિઝા કન્સલ્ટન્ટ ચિતન મિશન અને તેના હૈદરાબાદ સ્થિત પિતરાઈ ભાઈ સાગર મિશન પર આ છેતરપિંડીનો આરોપ છે. બંને પર અમેરિકાના વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
આ પણ વાંચો : ના વિઝાની કટકટ, ના બજેટનું ટેન્શન… રૂ. 50,000 હજારમાં 14 દિવસ ફરી શકશો આ દેશમાં…
પોલીસે જણાવ્યું કે સાવન પટેલ માર્ચ 2023માં એક મિત્ર મારફતે ચિતન મિશનને મળ્યો હતો. ચિતન બાપુનગર વિસ્તારમાં કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન ચલાવતો હતો. પોતાને વિઝા કન્સલ્ટન્ટ ગણાવતા, તેણે પટેલને 4 લાખ રૂપિયામાં બે બાળકો માટે વિઝા એપોઇન્ટમેન્ટ અપાવવાની ખાતરી આપી. ચિતને દાવો કર્યો હતો કે તેનો પિતરાઈ ભાઈ સાગર હૈદરાબાદમાં ઈમિગ્રેશન વિભાગમાં કામ કરે છે અને તેને યુએસ વિઝા અપાવી શકે છે.
આ પછી સાવન પટેલે ચિતન સાથે વધુ ચાર લોકોનો સંપર્ક કરાવ્યો, તેમણે ચિતનને રૂ.3 લાખ એડવાન્સ આપ્યા. ચિતન અને તેના પિતરાઈ ભાઈએ અમેરિકન ટૂરિસ્ટ વિઝાના નામે લોકો પાસેથી વ્યક્તિદીઠ 4 લાખ રૂપિયા વસૂલવાની યોજના બનાવી હતી. સાવન પટેલ અને તેના મિત્રોએ ચિતનને કુલ 19 લાખ રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો : હવે કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા સરળ નહીં રહે! કેનેડા સરકાર કરી શકે છે મોટી જાહેરાત
આ પછી ડિસેમ્બરમાં ચિતને વધુ ત્રણ લોકોને શિકાર બનાવ્યા અને તેમની પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા. ફેબ્રુઆરી 2024 માં, ચિતન સાવન પટેલને હૈદરાબાદ લઈ ગયો અને વિઝા પ્રોસેસના નામે 6.75 લાખ રૂપિયાની ઉચાપત કરી.
જ્યારે વિઝા પ્રોસેસ આગળ ન વધી, ત્યારે સાવન પટેલ અને અન્ય લોકોએ તેમના પૈસા પાછા માંગ્યા. જ્યારે ચિતને પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો ત્યારે સાવન પટેલે CIDનો સંપર્ક કર્યો.
આ પણ વાંચો : ‘પેસેન્જર પાસે માન્ય વિઝા છે કે નહીં એ તપાસવાની જવાબદારી એરલાઈનની છે’, નવસારી CDRC
પોલીસે ચિતન અને તેના પિતરાઈ ભાઈ સાગર વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.