રાજ ઠાકરે એક્શન મોડમાં, 48 ઉમેદવારના નામ કરી દીધા જાહેર
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી દીધી છે. મનસે એ જ એવી પાર્ટી છે જે એકલા હાથે ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ ગઈકાલે 45 અને આજે બે એમ 47 ઉમેદવારના નામ ઘોષિત કરી દીધા છે. જેમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે (માહિમ) અને સંદીપ દેશપાંડેને (વરલી)ના નામની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક હાલમાં શિવસેના (યુબીટી) પાસે છે અને આદિત્ય ઠાકરે તેના વિધાનસભ્ય છે.
Also Read – ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
રાજ ઠાકરેએ વચન નિભાવ્યું
રાજ ઠાકરેએ પુણેની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમા ખડકવાસલા તરફ સૌની નજર ગઈ છે. આ બેઠક પર રાજે મયૂરેશ વાંજલેને ઉમેદવારી આપી છે. મયૂરેશ રમેશ વાંજલેનો પુત્ર છે. રમેશ વાંજલે મનસેનો પહેલો વિધાનસભ્ય હતો અને પુણેમાં તેણે મનસેને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગળામાં, હાથમાં ભારેખમ સોનુ પહેરવાના શોખિન વાંજલેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે સમયે રાજ ઠાકરેએ તેના પરિવાર પડખે ઊભા રહેવાનું વચન આપ્યું હતું ત્યારે હવે 13 વર્ષ બાદ રાજે દીકરાને ટિકિટ આપીને વચન પાડ્યું છે. રમેશ વાંજલે 2009માં ચૂંટણી જીત્યા હતા અને 2011માં તેમનું નિધન થયું હતું.