ઇન્ટરનેશનલ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર
શેર બજારમાં તેજીના પ્રતીક માટે આખલો કેમ છે?
- રોકાણકાર આખલાની જેમ કૂદી પડે છે.. પછી ક્યારેક ગધેડાની જેમ પટકાય છે.
અવનવી રીતે છેતરપિંડી કેમ થતી હશે? - છેતરપિંડીમાં ય ટકી રહેવા માટે નવા આઈડિયા જરૂરી હોય છે.
રાજ્ય કે દેશમાં માથાદીઠ દેવું વધે તો શું કરવાનું? - તમારા હિસ્સાનું ચોખ્ખું ઘી પીવાનું..
દરેક સંકલ્પ સાકાર થાય ખરાં? - એ માટે પણ સંકલ્પ કરવા પડે.
સૂત્રધાર શેની ધાર કાઢે?. - શબ્દોની….વાણીની….અને લાગે આવે તો પ્રેક્ષકોની.
ચોર પકડાય ત્યારે લોકો એને કેમ મારે છે? - આપણે ત્યાં ચોર પૂજાનો રિવાજ નથી.
ઉપર ગગન વિશાળ હોય ધરતી કેવી હોય? - – ધરતી -લીલુડી ને રણ અફાટ.
સ્માર્ટ ક્લાસ ને સ્માર્ટ સ્કૂલથી બાળકો સ્માર્ટ થશે? - પહેલાં વાલીએ સ્માર્ટ થવું પડશે…
સ્ત્રીની સુંદરતાના વખાણ પુરુષે જ કેમ કરવા પડે છે? - આયનો મૌન વ્રતધારી હોય છે એટલે…
ફિલ્મ, કળા, વેપાર અને રાજકારણની જેમ હવે ધર્મમાં પણ પરિવારવાદ હોય એ કેટલું યોગ્ય ? - આને ઘેટાશાહી ધર્મ કહેવાય …
ખટમીઠાંમાં ખારાશ અને મીઠાશનું પ્રમાણ કેટલું હશે? - લગભગ સેવ મમરા જેટલું….
રાજકારણમાં ઘણી અનીતિ થતી હોવા છતાંય રાજનીતિ કેમ કહેવાય છે? - આ પણ એક કુટિલ નીતિ છે….
દેવ-દેવીના પ્રાર્થના, ભજન, સ્તુતિ હોય તો ભક્ત માટે શું? - ભગવાનના નામે હૂંડી ઈશ્યુ કરવાની પરવાનગી…
ગુજરાતમાં હમણાંથી ગુનાખોરી કેમ વધી છે?. - નેતા-પોલીસ ને જનતાને પૂછો….
નીચું નિશાન હોય તો માફ કેમ નહીં કરવાનું? - સજા ના કરવી પડે એટલે…
આજકાલ માફી માંગવાનો ટ્રેન્ડ કેમ વધી ગયો છે? - તમે માફી ન આપીને એમાં અપવાદ બની શકો…ખુશ?
રાજા માટે રાજ એક્સપ્રેસ અને રાણી માટે ક્વિન એક્સપ્રેસ તો ગરીબ માટે શું? - બસ, છકડો, રિક્ષા અને ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન…
મારી ગર્લ ફ્રેન્ડને હું પૂજાના ફૂલ કહું છું….તો એની મમ્મીને શું કહું ? - ઓફકોર્સ, પૂજારણ…
ખમણમાં મણ છે.? - એમ તો જમણમાં પણ મણ છે…
સરકારી યોજનાના નામ રૂપાળા કેમ હોય છે? - પ્રજાને ભોળવવા માટે…
લાંચનો પણ વિકાસ થાય તો ?
તો એ લાંચનો વિકાસપથ બની જાય (જાય શું? એ તો કયારનો બની ગયો !)
છાપામાં મારો ફોટો કયારે આવશે? - બેન્કમાં મોટી ધાડ પાડો પોલીસ સામેથી તમારા ફોટા છપાવશે…
ભાગીને લગ્ન કર્યા પછી સાસરે જવાનો ચાન્સ મળે ખરો? - કોના સાસરે તમારા કે તમારી પત્નીના?
યુવતી સારો જીવનસાથી મેળવવા – પત્ની એના પતિના દીર્ઘાયુ માટે વ્રત કરે છે તો પતિ માટે કેમ કોઈ વ્રત નથી? - એવા કોઈ વ્રતમાં ન પડો.. એ ફળશે તો પાછળથી ‘ફસાઈ ગયા’નો પસ્તાવો થશે