મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ બોલીવૂડના હટ કે કલાકારે જોયા છે ઘણા ઉતાર ચઢાવ

છેલ્લા દસેક વર્ષથી બોલીવૂડમાં એક સારો બદલાવ આવ્યો છે કે હવે હીરો કે મુખ્ય પાત્રએ સુંદર, ડેશિંગ, ડેન્ડસમ દેખાવું ફરજિયાત નથી, એવરેજ દેખાતા કલાકારો પણ સારી ફિલ્મો કે નામના મળેવે છે. જોકે આ અઘરું છે અને લૉ બજેટની ફિલ્મો મળતી હોવાથી પૈસા પણ ઓછા મળે છે, તેમ છતાં કેટલાંક અભિનયના દિવાનાઓ ગમે તેટલા ઘા સહન કર્યા બાદ પણ ઈન્ડસ્ટ્રી છોડતા નથી અને છોડીને ચાલ્યા ગયેલાને નસીબ પાછા બોલાવે છે. આવા જ એક હટ કે કલાકારનો આજે જન્મદિવસ છે. તેમનું નામ છે સંજય મિશ્રા. દેખાવ, કદકાઠીમાં સાવ સામાન્ય એવા મિશ્રા પોતાના અભિનયના જોરે 100થી વધારે ફિલ્મો કરી ચૂક્યા છે.

સંજય મિશ્રાનો જન્મ 6 ઓક્ટોબર 1963ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. સંજય મિશ્રાને ભણવામાં બિલકુલ મન લાગતું ન હતું અને તેઓ બાળપણમાં ખૂબ તોફાની પણ હતા. તેના વિશે એવું કહેવાય છે કે તે દરરોજ શાળાએ જવા માટે ઘરેથી નીકળતો હતો, પરંતુ કોઈને કોઈ બહાનું કરીને પાછો આવતો હતો. અહેવાલો અનુસાર, એકવાર તે સ્કૂલ બંક કર્યા પછી પાન બનાવી રહ્યો હતો ત્યારે તેની દાદીએ તેને જોયો. તેણે સંજય મિશ્રાને ફટકાર લગાવી એટલું જ નહીં, તેણે પાન વેચનારની પણ ક્લાસ લગાવી અને તેની દુકાનને તે જગ્યાએથી હટાવી દીધી.

જોકે તે બાદ એક્ટિંગ અને ભણતર બન્ને શિખ્યું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના આ વિદ્યાર્થીએ 1995થી ઓહ ડાર્લિંગ યે હૈ ઈન્ડિયામાં નાનો રૉલ કર્યો. તે બાદ રાજકુમાર, આંખો દેખી, સત્યા, દિલ સે, મસાન, ફસ ગયે રે ઓબામા, બંટી ઔર બબલી જેવી ઘણી ફિલ્મોમાં સારું કામ કર્યુ ને એવોર્ડ પણ મેળવ્યા. પંકજ કપૂરની ઓફિસ ઓફિસમાં શુકલાજી તરીકે તેમના કેરેક્ટરને ભારે ચાહના મળી હતી.

સંજય મિશ્રાએ પણ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. અભિનેતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને પેટમાં ઈન્ફેક્શન થયું હતું જેના કારણે તેની તબિયત એટલી બગડી ગઈ હતી કે તે બેડ પરથી ઉઠી પણ શકતો ન હતો. આ સમય દરમિયાન, અભિનેતા તેના ઘરે ગયો અને તેના પિતા સાથે રહેવા લાગ્યો. જોકે સંજય મિશ્રા આ બીમારીમાંથી સાજા થઈ ગયા હતા પરંતુ તેમના પિતાનું અવસાન થયું હતું.

પિતાના અવસાન બાદ સંજય મિશ્રા ખૂબ ભાંગી પડ્યા હતા. પિતાના અંતિમ સંસ્કાર બાદ સંજય મિશ્રા એટલા પરેશાન થઈ ગયા કે તેઓ ઘરે પાછા જવા માંગતા ન હતા. મૃત્યુને આટલી નજીકથી જોનાર સંજય સીધો પહાડો પર ગયો અને ગંગોત્રી પાસેના ઢાબામાં કામ કરવા લાગ્યો. ફિલ્મસર્જક રોહીત શેટ્ટી તેને ત્યાંથી ફરી બોલીવૂડની દુનિયમાં લઈ આવ્યા અને તેમણે આ રીતે કમબેક કર્યું ને ફરી સારી ફિલ્મો મેળવી. તેમની એક ફિલ્મ છે હર કિસીકે હિસ્સેઃકામયાબ(2018)માં તેમણે કલાજગતમાં જૂનિયર આર્ટિસ્ટની શું હાલત હોય છે તે દર્શાવ્યું છે. મિશ્રા જૂનિયર આર્ટિસ્ટનો નથી અને ઘણી ફિલ્મોમાં ઘણા દમદાર રોલ કરે છે, પરંતુ મેઈન સ્ટ્રીમ હીરો પણ નથી, આથી તેમના જીવનનો સંઘર્ષ પણ કંઈક આવો જ રહ્યો.
આ કલાકારને તેમના જન્મદિવસે શુભકામના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button