અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદના SP રિંગ રોડ બનશે સિંગ્નલ મુક્ત: ઈધણ અને સમયની પણ થશે બચત…

અમદાવાદઃ અમદાવાદમાં સૌથી વધુ કોઇ સમસ્યાથી લોકો હેરાન થતાં હોય તો તે સમસ્યા છે ટ્રાફિકની. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના 26 બ્રિજ સાથે જોડાયેલા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં લાખો વાહન ચાલકોને ટ્રાફિક અને સિંગ્નલમાંથી મુક્ત બનશે. કારણ કે એક હજાર કરોડથી વધુ રકમના ખર્ચે 10 ઓવરબ્રિજ અને એક અન્ડર પાસ બની રહ્યો છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ કહ્યું, સહકારિતાથી મહિલા પશુપાલકોને વધુ ફાયદો

શહેરની ફરતે આવેલા SP રિંગ રોડ પર અવાનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે આ સમસ્યાને નિવારવા માટે હાલ એક હજાર કરોડથી વધુ રકમના 10 ઓવરબ્રિજ અને એક અન્ડર પાસ બની રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગરોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્વનો બની રહેશે. રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6 માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડના નવા દસ ફલાયઓવર અને એક અન્ડર બ્રિજ બની રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોના ઈધણ અને સમયની બચત થશે.

આ પણ વાંચો : Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો

બોપલ, દહેગામ, ઓઢવ, ઝુંડાલ, શાંતીપુરા, સનાથલ, રણાસણ, સાયન્સસિટી, મહેમદપુરા, નેશનલ હાઇવે 1, કમોડ રિવર, ભાટ રિવર, વટવા રેલ્વે, શીલજ રેલ્વે, ત્રાગડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલ મળી કુલ 17 બ્રિજ બની ગયા છે.

આ રિંગરોડ છ નેશનલ હાઇવે, 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઇવે અને મેઝર ડિસ્ટ્રીક રોડ સાથે જોડાયેલો છે. રિંગરોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો સરક્યુલર મુખ્ય માર્ગ બની ગયો છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્વતા વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button