મરણ નોંધ

જૈન મરણ

વાંકીયા નિવાસી હાલ અંધેરી સ્વ. બાબુલાલ વીરચંદ ઘેલાણીના પુત્ર અનીલ ઘેલાણી (ઉં. વ. ૭૩) તે રેખાબેનના પતિશ્રી. બંકીમ અને પૂજાના પિતાશ્રી. આશાબેન શશીકાંત દોષીના ભાઈ. સ્વ. અમૃતલાલ નાનચંદ શાહના જમાઈ ૨૧-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચુડા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદનબેન વૃજલાલ વોરાના સુપુત્ર અનિલભાઈ (ઉં. વ. ૬૨) તે વિભાબેનના પતિ. અર્પિતભાઈ – અમીબેન તથા વૈભવભાઈ-સ્નેહાબેનના પિતાશ્રી. દક્ષાબેન જયેશકુમાર અજમેરાના ભાઈ. વિહાનાના દાદા. મોસાળપક્ષે વસંતભાઈ શાહના ભાણેજ (અમદાવાદ). સોમવાર ૨૧-૧૦-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૨૪-૧૦-૨૪ના ૧૦ થી ૧૧.૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મલ્ટી પરપઝ હોલ, ૪થે માળે, એસ.વી. રોડ, લોહાણા મહાજનવાડીની સામે, કાંદિવલી (વેસ્ટ). (ચક્ષુદાન કરેલ છે).

વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. શાંતિબેન છેડા (ઉં.વ. ૬૯) તા. ૨૦.૧૦.૨૪ રવિવારે અવસાન પામેલ છે. પ્રેમજીના ધર્મપત્ની સ્વ. ગૌરીબેન વેલજી આંબાના પુત્રવધૂ. અમીત, સ્મીતા, પ્રીતી, દિપીકાના માતુશ્રી. ભાવના, નીલેશ, પ્રફુલ, પ્રતીકના સાસુ. શૈર્ય, હિતાશના દાદી. સ્વ. વિશાબેન હરખચંદ અખાના દિકરી પ્રાર્થના તા. ૨૪.૧૦.૨૪ના ૧૦.૩૦થી ૧૨ સ્થળ સરદાર પટેલ બાગ હોલ, પારલેશ્ર્વર રોડ, અમર હોટેલની બાજુમાં, વિલેપાર્લે-ઈસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપા હાલે છીંદવાડા ના જયેશ કુંવરજી મામણીયા (ઉં. વ. ૬૧) તા. ૧૭/૧૦/૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ કુંવરજીના સુપુત્ર. સ્વ. ઉષાના પતિ. વર્ચેશ, વિરાલીના પિતા. દિનેશ, મગન, દમયંતી, ચેતના, શોભા, મંગેશ, મીનુ, દિપાના ભાઈ. માતુશ્રી પાનબાઈ નાનજી સોનીના જમાઈ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી.

સંબંધિત લેખો

લુણીના ભાનુમતી તલકશી વિશનજી ગલિયા(શાહ)ની સુપુત્રી રસીલાબેન ઠાકુર (ઉં. વ. ૬૯) બુધવાર તા. ૧૬-૧૦-૨૪ના યુએસએમાં અવસાન પામેલ છે. નીલ, પુજાના માતુશ્રી. સરોજ, દીપક, નિશા, ડો. અલ્પા, નીનાના બેન. સ્વર્ગસ્થની ઇચ્છાનુસાર પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. દીપક શાહ. ભાનુ કુંજ, નોર્થ-સાઉથ રોડ નં. ૩, જુહુ સ્કીમ, વિલેપાર્લે-વેસ્ટ, મુંબઇ-૫૬.

કોડાયના માવજી વેલજી ગડા (ઉં. વ. ૮૭) તા. ૨૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઈ વેલજી ગોવરના પુત્ર. હેમલતા/શાંતાના પતિ. નીતાના પિતાશ્રી. જયંતિભાઇ, બાબુભાઇ, નવાવાસના લક્ષ્મી તેજશી, બિદડાના રાજબાઇ કાનજી, ચંચલ નાનજી, રાયણના ઝવેર પ્રેમજીના ભાઇ. નવાવાસના જેઠાલાલ નથુ/બાડાના શામજી હેમરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગિરીશ કલ્યાણજી સાવલા, ભોલેનાથ ૨, બી ૧૦૨, પાટીલવાડી, સાવરકર નગર, થાણે (વે).

ગુંદાલાના દુર્ગાબેન ટોકરશી સાવલા (ઉં. વ. ૮૩) તા.૧૯-૧૦ના અવસાન પામેલ છે. ગંગાબાઈ ભવાનજી મુરજીનાં પુત્રવધૂ. ટોકરશીના પત્ની. વિજય, દિલીપ, નીતા, નયના, જીગ્નાના માતુશ્રી. કપાયા ભચીબાઈ વિશનજીની સુપુત્રી. મંગલ, નિર્મળા, નેમજી, મહેન્દ્રના બેન. પ્રા. શ્રી ક.વી.ઓ. સ્થા. જૈ. મહાજનવાડી, વોલ્ટાસ ઘરની સામે, ચિંચપોકલી, મું-૧૨, ટા.૨.૦૦ થી ૩.૩૦.

પાલનપુર જૈન
દિલીપભાઈ ગાંધી (ઉં. વ. ૮૦) સ્વ. લીલાવતીબેન ચીમનલાલ ગાંધીના પુત્ર. નયનાબેનના પતિ. નીરજભાઈ, કેયુરભાઈના પિતાશ્રી. રેણુકા તથા સોનલના સસરા. યશ, નાયશા, ધીર, જયના દાદા. ભગવતીબેન બાગમલભાઈ કોઠારીના જમાઈ. સુનિલભાઈ, બિન્દુબેન, સ્વ.અરુણાબેન, સ્વ.પ્રદીપ ભાઈ, અનિલાબેન, સ્વ. બિપીનભાઈ, નયનાબેન, સ્વ.અશોકભાઈના ભાઈ, તા.૨૨-૧૦-૨૦૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૩-૧૦-૨૦૨૪ બુધવાર સોફિયા કોલેજ બ્રીચ કેન્ડી, ૫ થી ૭.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button