મરણ નોંધ

હિન્દુ મરણ

વડનગરા નાગર
મહુવાવાસી હાલ કાંદિવલી લીલા દેસાઈ (ઉં. વ. ૮૧) તા.૨૦.૧૦.૨૪ના કૈલાસવાસી થયા છે. તે સ્વ.મધુકાંત દેસાઈના પત્ની. સ્વ.ચંદ્રકાંતા હરિભાઈ દેસાઈના પુત્રી. મનીષા અને રાજીવના માતુશ્રી. રતનશી પઢિયારના વેવાણ, હિંમતભાઈ કારિયાના સાળી. રોનકના દાદી. પ્રાર્થનાસભા તા.૨૪.૧૦.૨૦૨૪ના ગુરુવારે ૪ થી ૬. વૈષ્ણવ બેંકવેટ, પારેખનગર, શતાબ્દી હોસ્પિટલ સામે, કાંદિવલી વેસ્ટ.

કપોળ
મોટા આસરાણાવાળા હાલ કાંદિવલી રમેશભાઈ (કાળુભાઈ) રણછોડદાસ સંઘવી (ઉં. વ. ૮૯) ૨૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. ઉસીતના પિતા. સીમાના સસરા. સ્વ. ભગવાનદાસ, સ્વ.શામળદાસ, સ્વ. પદમાબેન જગમોહનદાસ કાણકિયાના ભાઈ. સ્વ.નેમચંદ વાલજી મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
સિહોરવાળા હાલ દહીસર ગં.સ્વ. પ્રતીમાબેન (ઉં. વ. ૭૪) તે સ્વ. મધુસુદન ખુશાલદાસ વળીયાના પત્ની. નીરવ અને ધવલ વળીયાના માતુશ્રી. પિયર પક્ષે બરોડાવાળા સ્વ. નિર્મળાબેન કાન્તીલાલ મહેતાના પુત્રી. શ્રુતી અને પૂર્વીના સાસુ. સ્વ. ધનલક્ષ્મી નવનીતલાલ મહેતા, સ્વ. ઉષાબેન રમેશચંદ્ર સંઘવી, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. મહેશભાઈ તથા નયનભાઈ વળીયાના ભાભી ૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૪-૧૦-૨૪ના ૪ થી ૬, ક્લબ હાઉસ, ઉથોપીયા ગાર્ડન ગ્રુપ ફેસ ૨, કાન્તી પાર્ક, ગોરાઈ-૧, બોરીવલી (વેસ્ટ).

સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ગોરડકા નિવાસી હાલ ઘાટકોપર દિનેશ ભગવાનજી વ્યાસ (ઉં. વ. ૬૭) તા. ૧૯-૧૦-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. તે પુષ્પાબેનના પતિ. કરણ, અમીના પિતા. સુવર્ણાના સસરા. રમણિકલાલ રેવાશંકર વ્યાસના ભત્રીજા. જનક, રોહિત, વિપુલના મોટાભાઈ. સાદડી પ્રથા
બંધ છે.

સંબંધિત લેખો

પરજીયા સોની
મૂળ ગામ મહુવાવાળા હાલ દહિસરના સ્વ. સુમનબેન તથા સ્વ. હિંમતલાલ માધવજી ઝવેરી (સોની)ના સુપુત્ર નરેન્દ્રભાઈ ઝવેરી (ઉં. વ. ૭૨) ૨૦/૧૦/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે ઉષાબેનના પતિ. મમતા વીરાંગ ઝવેરીના સસરા. અરૂણભાઈ, હરેશભાઇ, ગં.સ્વ.પ્રવિણાબેન નરેન્દ્રકુમાર સાગર. ગં. સ્વ. નલિનીબેન સુભાષકુમાર સતિકુંવરના ભાઈ. સાસરાપક્ષે સ્વ.સવિતાબેન અમૃતલાલ ધોરડા વાસીયાળીવાળાના જમાઈ. સાદડી તા.૨૪/૧૦/૨૪ના ૧૧ થી ૧૨. સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.

રામાનંદી સાધુ
સ્વ. ભૂપેન્દ્ર વલ્લભરામ આચાર્ય (ઉં. વ. ૬૪) ગામ વઢવાણ હાલ મુંબઈ ૨૧/૧૦/૨૪ સોમવારના રામશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. રાહુલ અને ધવલના પિતા. હિરલ અને ભક્તિના સસરા. મિશિકાના દાદા. સર્વ પક્ષે પ્રાર્થનાસભા ૨૪/૧૦/૨૪ ગુરુવારના રખેલ છે. ૪ થી ૬, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી વેસ્ટ.

કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લે (વેસ્ટ) નિવાસી સ્વ. કાંતિલાલ દ્વારકાદાસ ચિતલીયાના ધર્મપત્ની ગં. સ્વ. રંજનબેન (ઉં. વ. ૯૫) ૨૦મી ઓકટોબર, ૨૪ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સુરતી વિશા લાડ વણિક
ગં. સ્વ. શોભાબેન (સુશીલાબેન) જરીવાલા (ઉં. વ. ૯૦) તે સ્વ. દિનેશભાઇના પત્ની. ભાવિન અને નીતિના માતુશ્રી. દીપા અને ધર્મેશભાઇના સાસુ. નિહાર અને હેત્વીના દાદી. સ્વ. ચીમનલાલ પ્રાણજીવનદાસ દલાલ અને કળાવતીબેન દલાલ (સાડીવાળા)ની સુપુત્રી. સ્વ. નટવરભાઇ, સ્વ. ચંદ્રવદનભાઇ, કિશોરભાઇ, સ્વ. સુરેશભાઇ, દિલીપભાઇ, સ્વ. ઉષાબેન, સ્વ.અંજનાબેનના બેન. તે સ્વ. કિશોરભાઇ જરીવાળાના ભાભી. તા. ૨૨-૧૦-૨૪ના મંગળવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી હાલ વાલકેશ્ર્વર રોનક (ઉં. વ. ૪૦) તે દીપિકાબેન અને કીરીટભાઇ જટાશંકર મહેતાના પુત્ર. હર્ષાબેન-કિશોરભાઇ, મહેશ્ર્વરીબેન-વિનોદભાઇ, કિરણબેન-બીરજુભાઇના ભત્રીજા. સ્વ. ભાવિન, કુણાલ, હેમાન્ગ અને જયના ભાઇ. સ્વ.ધનગૌરીબેન નારાયણભાઇ ત્રિવેદીના દોહિત્ર તા.૨૦/૧૦/૨૦૨૪ને રવિવારે અક્ષરધામ પામ્યા છે.પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

મોઢ વાણીયા
જામનગરવાળા હાલ નવી મુંબઈ ઈશ્ર્વરલાલ દ્વારકાદાસ શેઠના પુત્ર નવિનચંદ્ર રતનજી પટેલના જમાઈ મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૪) તા. ૨૦-૧૦-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.રજનીના પતિ. રવિશ અને લીપાના પિતા. જતીન મહેતા અને જયશ્રી શેઠના સસરા. સ્વ. બિપીનભાઈ, સ્વ.યશેશભાઈ ત્થા ઈન્દીરાબેન અનિલ પટેલના ભાઈ. પ્રાર્થનાસભા લોકિક વ્યવહાર બંધ છે. ૬-દેવ-આશીષ, પ્લોટ નં ૨૩૨, સેક્ટર નં ૨૮, વાશી, નવી મુંબઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button