નિવૃત્તિ પરત ખેંચીને મેદાનમાં ઉતરશે આ સ્ટાર ક્રિકેટર? બોર્ડર-ગાવસ્કર સીરિઝ પહેલા આપ્યું મોટું નિવેદન
Border Gavaskar Series: ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે. અહીં બંને દેશો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ટેસ્ટ સીરિઝ રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક પૂર્વ બેટ્સમેને ફરીથી મેદાનમાં રમવાની ઈચ્છા પ્રક્ટ કરી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા ડેવિડ વોર્નરે બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: પૃથ્વી શૉને ડ્રૉપ કર્યો એટલે એ ભાઈ રિસાઈ ગયા…જાણો, બાદબાકીના બે કારણ અને તેની પ્રતિક્રિયા
તેણે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયાને ઓપનિંગ સ્લોટમાં જરૂર પડે તો તે નિવૃત્તિ પરત ખેંચીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત સામે રમવા તૈયાર છે. વોર્નર આ વર્ષે પાકિસ્તાન સામે ઘરેલુ ટેસ્ટ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ગાવસકરે આઇપીએલને કેમ અને શેના માટે કારણરૂપ ગણાવી?
37 વર્ષીય ડેવિડ વોર્નરે કોડ સ્પોર્ટ્સને કહ્યું કે તે હંમેશા ઉપલબ્ધ છે, બસ ફોન કરો. તેણે કહ્યું કે ફેબ્રુઆરીમાં તેમની છેલ્લી ટેસ્ટ મેચથી, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે, તેથી તેમની તૈયારી અન્ય ખેલાડીઓ જેવી જ છે. વોર્નરે કહ્યું કે તેણે યોગ્ય કારણોસર નિવૃત્તિ લીધી છે પરંતુ જો ઓસ્ટ્રેલિયન ટીમને તેની સખત જરૂર હોય તો તે તૈયાર છે. તે આમાંથી પાછળ હટશે નહીં.
ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વોર્નરનો દબદબો યથાવત છે
આ પહેલીવાર નથી જ્યારે ડેવિડ વોર્નરે નિવૃત્તિમાંથી ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી હોય. 3 મહિના પહેલા પણ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માંગે છે. જો કે, થોડા દિવસો પછી, ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ વોર્નરની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેણે કહ્યું હતું કે આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ડેવિડ વોર્નરના નામ પર વિચાર કરવામાં આવશે નહીં.
ડેવિડ વોર્નર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ હજુ પણ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમે છે. ઓગસ્ટ મહિનામાં વોર્નર મેક્સ 60 કેરેબિયન લીગમાં રમતાં નજરે પડ્યો હતો. આ પહેલા ગ્લોબલ ટી20 કેનેડામાં લીગમાં રમ્યો હતો. આઈપીએલ 2025માં તે કઈ ટીમ તરફથી રમશે તે નક્કી થયું નથી.
વોર્નરની કેવી છે કરિયર
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા તરથી 112 ટેસ્ટ, 161 વન ડે અને 110 ટી20 રમી ચુક્યો છે. જેમાં તેણે અનુક્રમે 8786 રન, 6932 રન અને 3277 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 26 સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 335 રન છે. વન ડેમાં વોર્નરનો શ્રેષ્ઠ સ્કોર 179 રન છે અને 22 સદી ફટકારી છે. ટી20માં તેણે 142.5ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 100 રન છે. આઈપીએળની 184 મેચમાં વોર્નરે 6565 રન બનાવ્યા છે. આઈપીએલમાં 4 સદી ફટકારી છે અને ટૉપ સ્કોર 126 રન છે.