BRICS Summit: પુતિને એવું શું કહ્યું કે પીએમ મોદી હસી પડ્યા?
વડાપ્રધાન નેરન્દ્ર મોદી 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા હતા. કઝાનમાં યોજાઈ રહેલા સંમેલન દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું, મૉસ્કો અને નવી દિલ્હી વચ્ચે વિશેષ સંબંધ છે અને સતત વિકસિત થઈ રહ્યા છે. બેઠક દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, તેમને લાગે છે પીએમ મોદી ટ્રાન્સલેશન વગર તેમની વાતોને સમજશે, કારણકે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધ છે.
આ પણ વાંચો: BRICS સમિટમાં પીએમ મોદીએ પુતિન સામે યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવી શું કહ્યું ? જાણો વિગત
પુતિને શું કહ્યું બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, આપણા સંબંધ એટલા મજબૂત છે કે મને લાગે છે તમે ટ્રાન્સલેશન વગર મને સમજી શકશો. આ સાંભળી પીએમ મોદી હસી પડ્યા હતા. જે બાદ પીએમ મોદીએ કહ્યું, પુતિન અનેક વખત તેમને સારા મિત્ર ગણાવી ચુક્યા છે. રશિયાના રાષ્ટ્રપતિનો જવાબ આપતાં પીએમમ દીએ કહ્યું, છેલ્લા ત્રણ મહિનામાં મારા રશિયા પ્રવાસ આપણી ગાઢ મિત્રતા દર્શાવે છે. જુલાઈમાં મૉસ્કોમાં યોજાયેલા વાર્ષિક શિખર સંમેલને તમામ ક્ષેત્રોમાં આપણો સહયોગ મજબૂત કર્યો છે.
પુતિને કહ્યું, મને આપણી જુલાઈ બેઠક યાદ છે. જ્યારે મેં અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી અને ઘણી વખત ફોન પર પણ વાત કરી હતી. કઝાન આવવાના આમંત્રણનો સ્વીકાર કરવા બદલ હું તમારો આભારી છું.
આ પણ વાંચો: ‘ભારત માતાકી જય’ ના નારા સાથે પીએમ મોદીનું રશિયામાં સ્વાગત…
રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા પર સતત સંપર્કમાં છીએ. અમારું માનવું છે કે સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જોઈએ. અમે શાંતિ અને સ્થિરતામાં વહેલા પાછા આવવાનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. અમારા તમામ પ્રયાસોમાં માનવતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત આવનારા સમયમાં તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.
ભારત-રશિયાના સંબંધ બનશે ગાઢ
પીએમ મોદીએ કહ્યું, બ્રિક્સ સમિટમાં મને કઝાન જેવા ખૂબસુરત શહેરમાં આવવાનો મોકો મળ્યો તે મારા માટે ભાગ્યની વાત છે. આ શહેરની સાથે ભારતનો ઉંડો અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. કઝાનમાં ભારતની નવી કોન્સ્યૂલેટ ખોલવાથી આ સંબંધ વધુ મજબૂત થશે.