રણબીર કપૂર બાદ આ અભિનેતાને થઈ કિશોર કુમારની બાયોપિક, નામ સાંભળીને…
પ્રોડ્યુસર અનુરાગ બાસુ લાંબા સમયથી લેજેડરી સિંગર કિશોર કુમારની બાયોપિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હવે મળી રહેલી માહિતી પ્રમાણે રણબીર કપૂર બાદ આ ફિલ્મ હવે આમિર ખાનને ઓફર કરવામાં આવી છે. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો મિસ્ટર પરફેક્શનિસ્ટ આ ફિલ્મમાં કિશોર કુમારના જીવનના ના જોયેલા હોય એવા અંદાજમાં જોવા મળશે. આમિર અને અનુરાગ આ ફિલ્મ માટે અત્યાર સુધી પાંચ મીટિંગ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : Aamir Khanની પહેલી પત્ની Reena Duttaએ તેને થપ્પડ મારી હતી અને બચકાં પણ ભર્યા હતા
એક ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આમિર ખાન, અનુરાગ બાસુ અને નિર્માતા ભૂષણ કુમાર કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યા છે. કિશોર કુમારની બાયોપિક અનુરાગ બાસુ અને ભૂષણ કુમારની દિલની નજીકનો વિષય છે અને તેઓ તેમને શ્રેષ્ઠ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવા માંગે છે.
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે આમિર ખાન ખુદ કિશોર કુમારનો મોટો ફેન છે અને કિશોર કુમારને મોટા પડદા પર હીરો તરીકે દેખાડવાનું અનુરાગ બાસુનું વિઝન છે. એવું કહેવાઈ રહ્યું છે કે આમિર ખાન આ વર્ષના અંત સુધીમાં કિશોર કુમારની બાયોપિક પર કામ શરૂ કરશે.
આ પણ વાંચો : Bollywood: Amir Khanએ કેમ કહ્યું કે મને આની શરમ આવે છે…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાને હાલમાં જ ફિલ્મ ‘સિતારે જમીન પર’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સિવાય આમિર ખાન હાલમાં બીજી પાંચ ફિલ્મો વિશે વિચાર કરી રહ્યો છે જેમાં ઉજ્જવલ નિકમની બાયોપિક, રાજકુમાર સંતોષીની કોમેડી ફિલ્મ ‘ચાર દિન કી ઝિંદગી’, લોકેશ કનાગરાજની એક સુપરહીરો ફિલ્મ, ઝોયા અખ્તરની ફિલ્મ અને તેની ‘ગજની 2’નો સમાવેશ થાય છે.