IPL 2025: અમદાવાદનો આ પૂર્વ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો બનશે બેટિંગ મેન્ટોર, જાણો કેવી છે કરિયર…

IPL 2025 Updates: આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, અમદાવાદનો પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ ગુજરાત ટાઈટન્સનો બેટિંગ મેન્ટોર બનશે. 39 વર્ષીય પાર્થિવ પટેલ હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી સાથે કામ કરશે.
આ પણ વાંચો : IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે
પાર્થિવ ભારતીય ક્રિકેટ ટીમને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડનારા કોચ ગેરી કર્સ્ટનનું સ્થાન લેશે. હાલમાં ગેરી પાકિસ્તાનનો કોચ છે. આ પહેલાં પાર્થિવ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કરતો હતો. જેમાં તે દરેક સ્તરે રમાતી ઘરેલું ક્રિકેટ મેચ જોવા જોતો અને નવી પ્રતિભાને શોધતો હતો.

પાર્થિવ પટેલની કેવી છે કરિયર
પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વન ડે અને બે આંતરરાષ્ટ્રીય ટી20 રમ્યો છે. જેમાં તેણે અનુક્રમ 934 રન, 736 રન અને 36 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અનુક્રમ 71 રન, 95 રન અને 26 રન છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.78ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોર 81 રન છે. પાર્થિવે 2002માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 2003માં ન્યૂઝીલેન્ડ સામે વ ડે ડેબ્યૂ અને 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ડેબ્યૂ કર્યું હતું. 2008માં તેણે પંજાબ કિંગ્સ સામે ઈપીએલ ડેબ્યૂ કર્યુ હતું. ડિસેમ્બર 2020માં નિવૃત્ત થયા બાદ તે એનાલિસ્ટ અને કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો : IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ગુજરાત ટાઇટન્સ 2022માં આઈપીએલ વિજેતા બન્યું હતું
ગુજરાત ટાઇટન્સે 2022માં તેની ડેબ્યૂ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટાઇટલ જીત્યું હતું અને 2023માં રનર્સ-અપ થયું હતું. પછી હાર્દિક પંડ્યા તેની જૂની આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સ તેની 14માંથી માત્ર પાંચ મેચ જીતી શક્યું અને IPL 2024 પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.