નેશનલ

ફ્લાઇટમાં ફર્સ્ટ અને ઇકોનોમી ક્લાસના પેસેન્જર કરે છે આવી ડિમાન્ડ, એર હોસ્ટેસે શેર કર્યો અનુભવ…

નવી દિલ્હીઃ ફ્લાઇટમાં મુસાફરી માટે વિવિધ શ્રેણી હોય છે અને લોકો તેમની ક્ષમતા મુજબ જે-તે ક્લાસમાં મુસાફરી કરે છે. એક એર હોસ્ટેસે સોશિયલ મીડિયા પર ફ્લાઇટના વિવિધ ક્લાસમાં મુસાફરી કરતાં લોકોના વ્યવહારને લઈ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એર હોસ્ટેસે જણાવ્યું, ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનારા લોકો ઇકનોમી ક્લાસના મુસાફરો કરતાં અલગ હોય છે. આ બંને શ્રેણીના લોકો વચ્ચે વ્યવહારમાં ઘણું અંતર હોય છે. તેમની ડિમાન્ડ ચોંકાવનારી હોય છે.

આ પણ વાંચો : સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ

10 વર્ષનો છે અનુભવ

આ હેર હોસ્ટેસને 10 વર્ષથી કામ કરી રહી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પેજ પર અનુભવો શેર કરતી રહે છે. જે અનુસાર ફ્લાઇટમાં બંને ક્લાસના મુસાફરોમાં પૈસાનું સ્પષ્ટ અંતર ઉપરાંત અનેક ચીજો સામે આવે છે. તેણે કહ્યું, ફર્સ્ટ કલાસમાં મુસાફરો મોટાભાગે કોઈ ડિમાન્ડ કરતા નથી. મારા અનુભવ પ્રમાણે, જે લોકો ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે તેઓ તેમની મળતી તમામ સુવિધાના લાભ ઉઠાવવા માંગે છે. આ કારણે ઇકોનોમી ક્લાસના મુસાફરો ક્યારેય એવી માંગ કરે છે, જેની તેમને સુવિધા પણ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેઓ કંઈપણ ખાય છે અને બીમાર પડે છે. જ્યારે ફર્સ્ટ ક્લાસના મુસાફરોની માનસિકતા અલગ હોય છે.

ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા લોકોની કેવી હોય છે ખાસિયત?

ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા લોકોમાં એક વાત ખાસ હોય છે. તેઓ સૌથી સારું જમવાનું, શ્રેષ્ઠ શેમ્પેન, લૉબસ્ટર, કૈવિયાર મળે છે તેમ છતાં તેઓ ન તો જમે છે, અને ન તો મુશ્કેલી ઉભી કરે છે. મને લાગે છે કે આ તેમની માનસિકતા છે. અંતમાં તેણે લખ્યું, અલગ અલગ ક્લાસમાં મુસાફરી કરનારા લોકોના આ વ્યવહારોને જાણવામાં તેમને મજા આવી હશે, તેથી આ પોસ્ટ કરી.

આ પણ વાંચો : દહીના ડબ્બાને બનાવ્યું એશ ટ્રે, ચાલુ ફ્લાઇટમાં રહિમ ચાચાએ સળગાવી બીડી, FIR દાખલ

યૂઝર્સે આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા યૂઝર્સે પણ એર હોસ્ટેસની આ પોસ્ટ પર તેમની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું, ઈકોનોમાં ક્લાસના લોકો લાઉંજમાં જમતા નથી, ફર્સ્ટ ક્લાસના લોકો બોર્ડિંગના થોડા સમય પહેલા જમે છે. અન્ય એક યૂઝર્સે લખ્યું, હું એક સફાઈકર્મી છું. ગ્રાહક જેટલો ધનવાન હોય છે, ફ્રિઝ એટલું જ ખાલી હો છે. મેં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘરોની સફાઈ કરી છે, તેમના ફ્રિઝ ભરેલા હોય છે, તેમની પાસે ઘણો સામાન હોય છે. ધનિક લોકોના ફ્રિઝ ખાલી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button