નેશનલ

“મારી બહેનથી સારા ઉમેદવારની કલ્પના જ નથી” રાહુલ ગાંધીએ શા માટે કર્યા બહેનના વખાણ

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખાલી કરેલી વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધવનાર તેમના બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે હું મારા બેનથી સારા પ્રતિનિધિની કલ્પના પણ નથી કરી શકતો. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી આવતીકાલ 23 ઓકટોબરના રોજ વાયનાડ બેઠક પર થનારી લોકસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી નોંધાવવા સમયે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો: વાયનાડ બેઠક પર પ્રિયંકાની સામે ભાજપના નવ્યા હરિદાસ મેદાને: કોણ છે નવ્યા હરિદાસ?

રાહુલ ગાંધીએ તેમના ‘X’ હેન્ડલ પરથી પોસ્ટ કર્યું, “વાયનાડના લોકોનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે અને હું તેમના માટે મારી બહેન પ્રિયંકા ગાંધી કરતાં વધુ સારા પ્રતિનિધિની કલ્પના કરી શકતો નથી. મને વિશ્વાસ છે કે તે વાયનાડની જરૂરિયાતોના સમર્થક અને સંસદમાં શક્તિશાળી અવાજ સાબિત થશે. સાથે જ તેમણે 23 ઓક્ટોબરના રોજ વાયનાડ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા સમયે લોકોને હાજર રહેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચાલો આપણે સાથે મળીને સુનિશ્ચિત કરીએ કે પ્રેમથી વાયનાડનું પ્રતિનિધિત્વ થતું રહે. ”

કોંગ્રેસ પાર્ટીનો એક મોટો ચહેરો મનાતા પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી મેદાનમાં છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જૂનમાં જ જાહેરાત કરવામાં હતી કે રાહુલ ગાંધીના રાજીનામાથી ખાલી થયેલી વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024માં રાયબરેલીથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાની જાહેરાત કરી હતી. વાયનાડ લોકસભા બેઠક પર આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અને આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પાર્ટીનો એક માટે ચહેરો છે.

આ પણ વાંચો: ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી

કોંગ્રેસના યુવા ચહેરા પ્રિયંકા ગાંધીની સામે ભાજપે નવ્યા હરિદાસને ઉમેદવાર બનાવીને યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી મેદાનમાં છે, જે લાંબા સમયથી પાર્ટી માટે લોકપ્રિય ચહેરો છે. આ બેઠક પર પ્રિયંકાની જીત બાદ લોકસભામાં એક સાથે ગાંધી પરિવારના ત્રણ સભ્યો જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button