કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતની વધુ મેડલની આશાને ફટકો! આ રમતો બાકાત…
નવી દિલ્હી: સ્કોટલૅન્ડના ગ્લાસગોમાં વર્ષ 2026માં યોજાનરી કોમનવેલ્થ ગેમ્સ(2026 Glasgow Common wealth Games)માં ભારતને વધુ મેડલ જીતવાની આશાને મોટો ફટકો પડ્યો છે. ગ્લાસગો કોમનવેલ્થ ઇવેન્ટમાં રમતોનીસંખ્યા ઘટાડવામાં આવી છે. ખર્ચ ઘટાડવામાં માટે માત્ર 10 રમતો સાથે જ ઇવેન્ટ યોજવામાં આવશે. ક્રિકેટ, હોકી, બેડમિન્ટન, શૂટિંગ અને કુસ્તી- બાકાત રાખવામાં આવી છે. આ એવી રમતો છે જેમાં ભારતીય એથ્લેટ્સ સારું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચો : અમે હિંમત નહીં હારીએ, ફેબ્રુઆરી જેવું વિનિંગ કમબૅક કરીને રહીશું: રોહિત
CWG નું 23મું એડીશન 23મી જુલાઈ 2026થી શરુ થશે અને 2 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. આ 2014 બાદ 12 વર્ષ પછી ગ્લાસગો આ ઇવેન્ટની યજમાની કરશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) એ 2022 બર્મિંગહામ એડિશનમાં 19 રમતોની સરખામણીમાં ગ્લાસગો 2026 ગેમ્સમાં રમતોની સંખ્યામાં ઘટાડો થવાની પુષ્ટિ કરી છે. ટેબલ ટેનિસ, સ્ક્વોશ અને રોડ રેસિંગ જેવી રમતોને પણ બાકાત રાખવામાં આવી છે.
આગાઉ ઓસ્ટ્રેલીયામાં વિક્ટોરિયામાં કોમનવેલ્થ ગેમ્સ યોજવાની હતી, પરંતુ તેઓ ગયા વર્ષે ઓસ્ટ્રેલીયાએ નાણાકીય તાણને આ ગેમ યોજવા માટે મનાઈ કરી હતી. ત્યાર બાદ ગ્લાસગોએ આ ગેમ્સનું આયોજન કરવા તૈયારી બતાવી હતી.
એક નિવેદનમાં, CGF એ રમતગમત કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી, જેમાં એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાયકલિંગ અને પેરા ટ્રેક સાયકલિંગ, નેટબોલ, વેઈટલિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, બાઉલ્સ અને પેરા બાઉલ્સ, અને 3-3 બાસ્કેટબોલ અને 3-3 વ્હીલચેર બાસ્કેટબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નિવેદન મુજબ ગેમ્સ ચાર સ્થળોએ યોજાશે: સ્કોટસ્ટાઉન સ્ટેડિયમ, ટોલક્રોસ ઇન્ટરનેશનલ સ્વિમિંગ સેન્ટર, અમીરાત એરેના (સર ક્રિસ હોય વેલોડ્રોમ સહિત), અને સ્કોટિશ ઇવેન્ટ કેમ્પસ (SEC). એથ્લેટ્સ અને તેમના સપોર્ટ સ્ટાફને હોટલમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો…
ભારતને શા માટે ફટકો પડશે:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે હોકી, બેડમિન્ટન, શૂટિંગ અને કુસ્તીમાં મોટી સંખ્યામાં મેડલ જીત્યા છે, આ રમતો આગામી ઇવેન્ટમાં નહિ હોય. લોજિસ્ટિકલ કારણોસર બર્મિંગહામ 2022 એડિશનમાંથી શૂટિંગ બાકાત રાખવામાં આવી હતી, જેને કારણે ભારતને નુકશાન પહોંચ્યું હતું. ભારતે શૂટિંગમાં 63 ગોલ્ડ સહિત 135 મેડલ મેળવ્યા છે. વિવિધ કેટેગરીમાં 114 મેડલ સાથે રેસલિંગમાં મળ્યા છે.
હોકીની બાદબાકી એ ભારત માટે વધુ એક ફટકો છે, કારણ કે ભારતની પુરૂષ ટીમે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે મહિલા ટીમ પણ 2002માં ઐતિહાસિક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા છે.
આ પણ વાંચો : ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ કરી કમાલ…બે દિવસમાં જીત્યા બે મૅચ
ક્રિકેટ પણ ગ્લાસગો કોમનવેલ્થનો ભાગ નહીં હોય, 2022માં ક્રિકેટમાં ભારતની મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. દરમિયાન, સ્ક્વોશ અને ટેબલ ટેનિસ-બંને ઈવેન્ટ્સ જેમાં ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે એનો પણ રોસ્ટરમાં સમાવેશ નથી.