આપણું ગુજરાતરાજકોટ

છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતા અરૂણ દવેની સેવાને બિરદાવતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા રાજકોટ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ બ્રાન્ચના સથવારે રાજ્ય કક્ષાની તબીબો માટેની બે દિવસ કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી. જેમાં દેશના નામાંકિત તબીબો સાથે દેશના પાંચ પદ્મશ્રી ડોક્ટર સાથે રાજ્યના બે હજારથી વધુ તબીબો જોડાયા હતા. આ કોન્ફરન્સમાં વીસ થી વધુ વિષય નિષ્ણાત ડોક્ટર સ્પીકર તરીકે પણ હાજર રહ્યા હતા, અને તબીબી ક્ષેત્રની વિવિધ તલસ્પર્શી છણાવટ કરી હતી.

આ કોન્ફરન્સમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતા “વન મેન આર્મી ” સમા અરૂણ દવેનું દેશના જાણીતા તબીબ પદ્મશ્રી ડોક્ટર રણદીપ ગુલેરીયા ના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. તેમની મેડિકલ ક્ષેત્ર સાથેની રોગ નિયંત્રણ બાબતની તથા આ પરત્વે કાઉન્સિલિંગ સુંદર સેવા ની સરાહના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પરપ્રાંતિય ચોરોને પકડવામાં રાજકોટ પોલીસને સફળતા

આ તકે રાજકોટ આઈ.એમ.એ ગુજરાતના પ્રમુખ ડો.ભરત કાકડીયા, ડૉ .અતુલ પંડ્યા, ગુજરાત આઈ.એમ.એ ના નવા
વરાયેલા પ્રમુખ ડો. મેહુલ શાહ, પદ્મશ્રી ડો. તેજસ પટેલ, ડો. પારસ શાહ, ડો .ચેતન લાલસેતા સહિતના તબીબો હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે અરૂણ દવે એઇડ્સ પ્રિવેન્સન ક્લબ આયોજિત જનજાગૃતિના કાર્યક્રમોની વૈશ્વિક સ્તરે સરાહ કરવામાં આવે છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker