Viral Video: ડિવોર્સની અફવાઓ વચ્ચે Abhishek Bachchanએ કહ્યું બસ હવે બહુ થયું…

બોલીવૂડ એક્ટર અને જુનિયર બચ્ચન તરીકે ઓળખાતો અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ ખાસ કરીને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના વણસેલા સંબંધોને કારણે તો દરરોજ જાત જાતના રિપોર્ટ સામે આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર જુનિયર બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ચિડાઈને હાથ જોડીને બસ હવે બહુ થયું એવું કહેતો સાંભળવા મળે છે. ચાલો જોઈએ આખરે શું છે આખો મામલો અને અભિષેક કયા કારણે આવું કીધુ છે એ જાણીએ-
આ પણ વાંચો : Jaya Bachchan ને મળ્યો એવોર્ડ, વહુ Aishwarya Rai-Bachchan એ આપ્યું આવું રિએક્શન…
વાત જાણે એમ છે કે જુનિયર બચ્ચન હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ હાઉસફૂલ 5ની શૂટિંગ પૂરી કરીને પાછો ફર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર જ્યારે પેપ્ઝે પાર્કિંગ એરિયામાં તેમને ચેઝ કરવાનું શરૂ કર્યું ત્યારે અભિ એકદમ ચિડાઈ ગયો અને તેણે લોકોને દૂર રહેવા કહ્યું. પેપ્ઝને અભિષેકે વીડિયો અને ફોટો ક્લિક કરવાની ના પાડી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અભિષેક પેપ્ઝને હાથ જોડીને કહી રહ્યો છે કે બસ ભૈયા હવે થઈ ગયું. આભાર… અભિષેકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો અભિને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : બિગ બીએ ‘મંજુલિકાની વર્ષો જૂની કઇ ઈચ્છા પૂરી કરી ‘આજ રપટ જાયે’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કર્યો
યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરતાં કહી રહ્યા છે કે અભિષેકમાં એની માતાના સંસ્કાર છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે બ્રો તમે ખુદ જ તમારા ડાઉનફોલનું કારણ છો. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે જયા બચ્ચન પાર્ટ-ટુ વીડિયો પર કમેન્ટ કરીને યુઝર્સે અભિષેક પર નિશાનો સાધ્યો હતો અને તેના આવા વ્યવહારની ટીકા કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક હાલમાં ફિલ્મ ઘુમરમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મમાં તેની સાથે સૈયામી ખેર લીડ રોલમાં હતી. હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મ હાઉસફૂલ-5માં જોવા મળશે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો : આ અભિનેતા છે બચ્ચન પરિવારનો રિયલ એનિમી, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની…
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવાર સતત ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના ડિવોર્સની ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે, પરંતુ અભિષેક કે ઐશ્વર્યા બંનેમાંથી કોઈ પણ આ વિશે કંઈ ખુલીને બોલવા તૈયાર નથી.