‘શું દિવ્યા ભારતીનો પુનર્જન્મ થયો…!’, એ જ આંખો, એ જ ચહેરો
Bollywood, entertainment, divya bharti, video viral, look alike, rebirth
દિવ્યા ભારતી હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી અને તેની ખૂબ જ નાની કારકિર્દીમાં તેણે ઘણી મોટી અને સફળ ફિલ્મોથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આટલી નાની ઉંમરમાં તેણે દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું અને એવું કહેવું ખોટું નહીં હોય કે જો તે આજે આપણી વચ્ચે હયાત હોત તો તેણે સુંદરતા અને પ્રતિભામાં ઘણી હસીનાઓને પાછળ છોડી દીધી હોત.
આ દરમિયાન દિવ્યા ભારતી જેવી દેખાતી એક છોકરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિવ્યા ભારતી જેવી જ એક છોકરી તેના ગીત પર એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો નિશા ઓફિશિયલ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં આ છોકરી દિવ્યાના ગીત ‘સાત સમુંદર પાર’ પર એક્ટિંગ કરતી જોવા મળે છે.
તમને આ છોકરી દિવ્યા ભારતી જેવી જ લાગશે. તેની સ્ટાઇલ, આઁખો, વાળ બધું જ દિવ્યા જેવુ જ છે. આ છોકરી દિલ્હીમાં રહે છે.તેને દિવ્યા ભારતી ઘણી પસંદ છે. તે હંમેશા દિવ્યા ભારતીની નકલ કરતી જોવા મળે છે. લોકો પણ તેના વીડિયોને ઘણો જ પસંદ કરે છે. જોકે, કેટલાક ટિખળીયાઓએ એવી પણ કમેન્ટ કરી છે કે મેડમ, જરા જણાવશો કે તમારું મૃત્યુ કેવી રીતે થયું હતું? તો કેટલાકે લખ્યું છે કે મેડમ તમારો પુનઃજન્મ ક્યારે થયો?
આ પણ વાહો : Jaya Bachchan ને મળ્યો એવોર્ડ, વહુ Aishwarya Rai-Bachchan એ આપ્યું આવું રિએક્શન…
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બબલી સ્ટાઈલ માટે યાદ કરવામાં આવતી અભિનેત્રી દિવ્યા ભારતીને ભૂલી જવી તેના ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ છે. દિવ્યા એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સને ટક્કર આપી છે. દિવ્યાએ તેની ટૂંકી કારકિર્દીમાં માત્ર 12 ફિલ્મો કરી અને માત્ર 19 વર્ષની વયે તેનું આકસ્મિક અવસાન થયું હતું. તેના નિધને સૌને હચમચાવી દીધા હતા. જો કે, દિવ્યા આજે પણ ચાહકોના દિલમાં વસે છે.