Star Networth : ના જેઠાલાલ, ના અનુપમા આ ટીવી સ્ટાર નેટવર્થમાં નંબર વન, 300 કરોડની સંપત્તિ
મુંબઈ : ટીવી હોય કે સિનેમા સ્ટાર્સની નેટવર્થની(Star Net worth) વારંવાર ચર્ચા થતી હોય છે. જેમાં બૉલીવુડમાં શાહરૂખ ખાન સૌથી અમીર અને હેન્ડસમ એક્ટર બની ગયો છે. પરંતુ જો આપણે ટીવી સ્ટાર્સની વાત કરીએ તો સૌથી લોકપ્રિય ચર્ચા ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની છે. આ સ્ટાર્સ વિશે કહેવામાં આવે છે કે તેઓ મોટી ફી વસૂલે છે. પરંતુ સૌથી અમીર ટીવી સ્ટારની વાત કરવામાં આવે તો, કોમેડિયન અને એક્ટર કપિલ શર્માનું નામ આ લિસ્ટમાં ટોપ પર આવી ગયું છે. તેણે ટીવીના મોટા ચહેરાઓને નેટવર્થના મામલે પાછળ છોડી દીધા છે.
કપિલ શર્મા નેટવર્થના મામલે ટીવીનો સૌથી અમીર સ્ટાર
કોમેડિયન કપિલ શર્મા નેટવર્થના મામલે ટીવીનો સૌથી અમીર સ્ટાર બની ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર કપિલ શર્મા તેના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ માટે મોટી રકમ લે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે કોમેડી ઓટીટી શોના એક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા લે છે. આ સાથે અન્ય ઓનલાઈન પોર્ટલની વાત કરીએ તો કપિલ શર્માની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જેના લીધે તે ટીવીના સૌથી અમીર કલાકારોની યાદીમાં ટોપ પર આવી ગયો છે.
કપિલ શર્મા પાસે આલીશાન બંગલો અને લક્ઝરી કાર
કપિલ શર્માની પ્રોપર્ટીની વાત કરીએ તો તેનો મુંબઈના અંધેરીમાં પોતાનો એક આલીશાન બંગલો છે. આ સિવાય તેની પાસે લક્ઝરી કાર પણ છે. ઓનલાઇન પોર્ટલના અંદાજ મુજબ કપિલ શર્માના અંધેરી બંગલાની કિંમત 15 કરોડ રૂપિયા છે. તેની પાસે તેના વૈભવી કારોમાં વોલ્વો XC90,એક મર્સિડીઝ-બેન્ઝ S350,રેન્જ રોવર ઇવોક અને હાઇ-એન્ડ ડિઝાઇનની વેનિટી વાન પણ છે. તેમની પાસે કુલ 5 કરોડ રૂપિયાની લક્ઝરી કાર હોવાનું કહેવાય છે.
આ સાથે જો ટીવીના ટોચના કલાકારોની નેટવર્થની વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર, ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીની નેટવર્થ 20-25 કરોડ રૂપિયા અને દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની નેટવર્થ 47 કરોડ રૂપિયા છે.