મરણ નોંધ

હિન્દુ મરણ

લોહાણા
મૂળ ગામ નાની ધારી, હાલ કલ્યાણ, રમેશભાઈ (ઉં.વ. ૭૩) શનિવાર, તા.૧૯/૧૦/૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. સવિતાબહેન ચત્રભુજભાઈ સોઢાના દીકરા, રૂપાબહેનના પતિ, મનોજભાઈ, ભાવેશભાઈના પિતા, સ્વ.જીતેન્દ્રભાઈ, ભરતમાઈના ભાઈ, સ્વ.નર્મદાબહેન શાંતીલાલ ઉનડકટ – કાંદિવલીના જમાઈ. વૈશાલીબહેન, રૂપાલીબહેનના સસરા, પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૧/૧૦/૨૪, સાંજે ૪:૩૦ થી ૬. ઠે. માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ – (પશ્ર્ચિમ)

કચ્છી લોહાણા
મૂળ ગામ કચ્છ કોરીયાણી, હાલ મુંબઈ બોરીવલી નિવાસી, શ્રી કેશવજી (કિશન) માવજી કતિરા (ઉ વર્ષ – ૮૯) તે ઉષા કતિરાના પતિ, તે રિતુ મહેશ મોદીના પિતા, તે પ્રેમના નાના, તે સ્વ. ગં.સ્વ. ધનામાં – સ્વ. માવજી કલ્યાણજી કતીરાના પુત્ર, તે સ્વ. ગં.સ્વ.ગૌરીબા – સ્વ. ત્રિકમજી ભીમજી જોશીના જમાઈ, તે સ્વ. જાદવજી, સ્વ. દામજી, સ્વ.મૂળજી, સ્વ દેમાબેન, સ્વ. કેસાબેન નથુરામ નરમના ભાઈ તા ૧૮/૧૦/૨૦૨૪ ના રામશરણ પામ્યા છે. પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચરોતર રૂખી
મૂળગામ ભૂરાકોઈ નિવાસી હાલ વિરારના સ્વ. પ્રવિણાબેન હિંમતલાલ વાઘેલાના પુત્રવધુ અ.સૌ. હેમાલી સુનિલ વાઘેલા (ઉમર:૪૭) તે ૧૭/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ધ્વનિલના માતુશ્રી, વિપિલ, હંસાબેન ઉમાકાંત જેઠવા તથા ગીતા ભરત વાલેન્દ્રના ભાભી, પિયરપક્ષે અ.સૌ. પ્રભાવતીબેન કાળીદાસ સુરતીના દીકરી, સતીશ, રાજેશ્રી જતીન સુરતી તથા સુનિતાના બહેન. તેમની પ્રાર્થનાસભા ૨૧/૧૦/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન: બી ૩૦૭, જય આદિત્ય સોસાયટી, વિરાટ નગર, નેશનલ સ્કૂલની પાછળ, વિરાર વેસ્ટ.

કપોળ
અમરેલી વાળા હાલ મુંબઈ ઇન્દ્રવદન જમનાદાસ મોદી તથા સ્વ. તરલાબેનના પુત્ર અમિત ભાઈ. (ઉં. વ. ૫૮) તા. ૧૯/૧૦/૨૦૨૪ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે આરતીબેનના પતિ, સાગરના પિતા, કૃણાલીના સસરા, ચેતન ભાઈ તથા જસ્મીનાબેનના ભાઈ, શ્ર્વસુર પક્ષે રાજુલાવાળા સ્વ. ચંપકલાલ ગોકુલદાસ પારેખના જમાઇ, મોસાળ પક્ષે તરેડ- મહુવાવાળા સ્વ. તાપીદાસ ગિરધરલાલ સંઘવીના ભાણેજ. સર્વ પક્ષીય પ્રાર્થના સભા સોમવાર તા. ૨૧/૧૦/૨૦૨૪ સાંજે ૫ થી ૭ માં રાખેલ છે સ્થળ: સેવા સદન, ગામદેવી ટેલિફોન એક્સચેન્જ ની સામે, નાના ચોક, ગ્રાન્ટ રોડ (વે) મુંબઈ-૭.

સંબંધિત લેખો

લુહાર સુથાર જ્ઞાતિ
ધોકડવાવાળા હાલ ઘાટકોપર (મુંબઇ) રતિભાઇ મનજીભાઇ પરમાર (ઉં. વ. ૭૫) તા. ૧૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મણીબેન મનજીભાઇ પરમારના પુત્ર. સાધનાબેનના પતિ. દિપકભાઇ તથા હિતેશભાઇના પિતા. વર્ષા તથા અનુના સસરા. સ્વ. કાકુભાઇ, સ્વ. ધીરુભાઇ, સ્વ. બાબુભાઇ તથા રમેશભાઇ, ચંપાબેન વજુલાલ સોલંકી, પ્રવીણાબેન હસમુખલાલ સોલંકીના ભાઇ. સ્વ. સવિતાબેન વલ્લભદાસ ડોડીયાના જમાઇ. બેસણું : તા. ૨૧-૧૦-૨૪ સાંજે ૪થી ૬. ઠે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.

ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ
અ. સૌ. ઇન્દુમતિ ચંદ્રકાત જાની (ઉં. વ. ૮૩) ગામ બડોલી, હાલ મુંબઇ તા. ૧૯-૧૦-૨૪ના શનિવારે દેવલોક પામ્યા છે. તે ચંદ્રકાંત ઉમિયાશંકર જાનીના ધર્મપત્ની. માલતી કૃષ્ણકાંત જાની, કાશ્મીરા આશિષ ભટ્ટ, ઋષિકેશ તથા પારસના માતુશ્રી. તૃપ્તિ અને ગાયત્રીના સાસુ. સ્વ. દિવાળીબેન જયશંકર ત્રિવેદીના પુત્રી. હંસાબેન તથા મહેશચંદ્રના બહેન. પ્રાર્થનાસભા સોમવારે, સાંજે ૫થી ૭. ઠે. કેવલ બાગ, કિલાચંદ રોડ, ડેલીકસી હોટેલની પાછળ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રીમાળી સોની
મૂળ ગામ કચ્છ માંડવી હાલ મુલુંડ સ્વ. રૂક્ષમણીબેન ચીમનલાલ પાટણીયા (ઉં. વ. ૮૧) તે સ્વ. ચીમનલાલ ત્રીકમજી પાટણીયાના ધર્મપત્ની તે દિપેન તથા આશાના માતુશ્રી. નિલમ, નિખિલકુમારના સાસુ. ધવલ, બંસરી ભવ્ય સાવલાના દાદી. જૈનેષ, આશકા તથા ફોરમના નાની. તા. ૨૦-૧૦-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૪ના સોમવારે, સાંજે ૫થી ૬.૩૦. ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોકનગર સોસાયટી, અશોક નગર નાહુર રોડ, મેહુલ સિનેમાની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
સ્વ. કાંતિભાઇ ભગવાનજી ખાખરીયા (ઉં. વ. ૬૩) મુળગામ જેતપુર હાલ નાલાસોપારા સ્વ. દિવાળીબેન ભગવાનજીભાઇ ખાખરીયાના સુપુત્ર. ગીતાબેનના પતિ. જીવનભાઇ, રમેશભાઇ, વિનોદભાઇ, પ્રફુલભાઇના ભાઇ. ગં. સ્વ. ગીતાબેન ભરતકુમાર, સ્વ. હંસાબેન મહેન્દ્રકુમારના ભાઇ. હર્ષ, નિધી, કાજલ શનિ રંગપરિયાના પપ્પા. લક્ષ્મીદાસ જીવાભાઇ ચંદારાણાના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૨૧-૧૦-૨૪ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. મારૂ આરાધના ભવન, ૧લે માળે, રામદેવ જેરોકસની સામે, ચાર રસ્તા, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ).

દેસાઈ સઈ સુતાર
ગામ ભાવનગર, હાલ ડોમ્બિવલી (મુંબઈ ) સ્વ છગનભાઈ હરગોવિંદભાઈ ગોહેલ તેઓ દેવકુરબા હરગોવિંદ ભાઈ ગોહેલના પુત્ર, જીવીબેનના પતિ, કિરીટભાઈ અને યોગિનીબેનના પિતા, મૂળજીભાઈ રવજીભાઈ માંડળીયાના જમાઈ, તેઓ શનિવાર તા. ૧૯/૧૦/૨૦૨૪ના રોજ શ્રી રામચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા સોમવારે તા: ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય : સાંજે ૪ થી ૬ કલાકે. બન્ને પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. સ્થળ: સ્વામી નારાયણ મંદિર, સ્ટાર કોલોની, આનંદ દિઘે હોલની બાજુમાં, ગાંધીનગર, ડોમ્બીવલી (ઇસ્ટ).

વિશા પોરવાડ વણિક
જામનગર નિવાસી હાલ ઘાટકોપર કાંતિલાલ પરમાણંદ શાહ (ઉં. વ. ૮૨) તા. ૧૯-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. સ્વ. ભગવતીભાઇ, સ્વ. ધનલક્ષ્મી, કિશોરભાઇના ભાઇ. મુગટલાલ દયાળજી પારેખના જમાઇ. રેખાબેન, કિર્તીભાઇ, જયશ્રીબેન, જગદીશ, અમીષા, હેમાલી, જીજ્ઞેશ, રાજુલના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી મોઢ વણિક
સાવરકુંડલા નિવાસી હાલ મુંબઇ ભવનેશ ગુલાબરાય મહેતાના ધર્મપત્ની હેમાબેન (ઉં. વ. ૬૯) તે કિંજલ, બ્રીજેનના માતુશ્રી. રાજીવકુમાર, રીતુના સાસુ. અશોક, દિપક, આશા અને હિનાના ભાભી. રાણપુરવાળા હાલ મુંબઇ સ્વ. રમણીકભાઇ વડોદરીયાના પુત્રી. શનિવારે તા. ૧૯-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button