આચરણ એ જ આધાર
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં ઉચ્ચ લક્ષ્યાંક માટે માન અને મોહને તજવાની ચાવી ભગવાન કૃષ્ણે બતાવી, પરંતુ આ બધાં લક્ષણોનો આધાર આચરણ છે. તે વાત સમજીએ.
હા, લક્ષણો કે ગુણો વાતોનો વિષય નથી. તે જીવવાનો વિષય છે. બાહ્ય દેખાવ નહીં પણ ભીતરી વૈભવ છે. પ્રાય: શારીરિક ક્ષમતા, શક્તિ, રૂપ, વાણી, સત્તા અને સમૃદ્ધિ વગેરે પરિબળોને આધારે વ્યક્તિની ઊંચાઈનો માપ કાઢવાની આપણને આદત છે. વર્ષોથી આપણે એ જ કરતાં આવ્યા છીએ. આ બાહ્ય આધારોથી અંજાઈને વ્યક્તિને અનેક પરિતોષિકો એનાયત કરવાની આપણી જૂની કવાયત છે.
અલબત, ‘ચારિત્ર્યભૂષણા: માનવા:’કંઇક જુદી જ વાત કરે છે. મનુષ્યના ચારિત્ર્યની દૃઢતાથી તેનું મૂલ્યાંકન થવું જોઈએ તેમ આ પંક્તિનો અભિપ્રાય છે. ચારિત્ર્યથી યુક્ત આચરણ જ માનવની મૂળ ઓળખ છે. એ જ આપણું આભૂષણ છે.
એક પ્રસિદ્ધ ઉક્તિમાં કહ્યું છે-‘ રુમણળ પ્રળજ્ઞઘણજ્ઞણ ર્પૈડળજ્ઞજ રુક્ષ ણ પ્મટૃટજ્ઞ’અર્થાત્ વિચાર્યા વિના મૂર્ખ પણ કોઈ કાર્ય કરતો નથી. મનુષ્યમાત્રની કોઈ અલ્પ સાહજિક ક્રિયામાં પણ તેના વિચાર અને વર્તનનો સમન્વય રહેલો છે. વિચારવું અને વર્તવું આ બે માનવીનાં આગવા અંગો છે અને ત્યાં જ પોતે અન્ય જીવ-પ્રાણી માત્ર કરતાં જુદો જણાય છે.
વિચાર એ માનવીનો આંતરિક પરિચય છે, જ્યારે વર્તન એનો બાહ્ય પરિચય. આ દ્વિઓળખને લીધે ‘ળફક્ષ શત ફક્ષ શક્ષયિંહહયભિીંફહ ફક્ષશળફહ’ કહેવાય છે. પ્રકાશ કરતા અનેકગણી અધિક ગતિએ દોડતું મન પંચવિષયોનું પ્રવેશદ્વાર છે. જેવું ગ્રહે તેવું વિચારે, જેવું વિચારે તેવું આચરે! વિચાર અને આચાર દ્વારા જ માનવીનું સિદ્ધપણું કે શિકસ્તપણું સંભવે છે. કારણ કે, સંસ્કૃતમાં કહ્યું છે. ‘પણશ્ર્ન્રૂધ્રડ્ર ઇંપૃઞ્રધ્રડ્ર ડળ્ફળટ્ટપણળપ્ર’ ‘ પણશ્ર્ન્રૂજ્ઞર્ઇૈં ઇંપૃઞ્રજ્ઞર્ઇૈં પવળટ્ટપણળટ્ર ’
અર્થાત્ અસ્થિરોના મન અને કર્મ જુદા હોય છે.
ભય, અશાંતિ, એકલપણું, ચિંતા જેવી કાંઈક માનસિક અસ્વસ્થતાઓ મન અને વર્તનની વિભિન્નતામાં સમાયેલી છે. તાજેતરમાં ઠઇંઘ એ સંશોધન કરેલું તારણ છે કે રોગ આવે છે શરીરમાં, પણ એની ૮૦ ટકા અસર મન પર થાય છે. જેનો તાજો અનુભવ કોરોના-૧૯ દ્વારા થયો. સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે કેટલાય વ્યક્તિ માનસિક તકલીફથી પીડાતા હતા. અસરગ્રસ્તોની સંખ્યા વધતી હતી ત્યારે જનસમાજમાં મૃત્યુ, લોકડાઉનમાં છૂટી ગયેલી નોકરી, ઠપ્પ પડેલા ધંધા અને બચાવેલી મૂડી ખાલી થતી હતી તેનો ભય હતો. ખોરવાયેલા નાણાકીય આયોજન અને ભવિષ્યની ચિંતાના કારણે લોકો તણાવયુક્ત જીવનશૈલી જીવવા લાગ્યા. આ બધાના કારણે મનોચિકિત્સકોના ક્લિનિક ઊભરાતા હતા.
જ્યારે બીજી તરફ કહ્યું છે ‘પણશ્ર્ન્રૂજ્ઞર્ઇૈં ઇંપૃઞ્રજ્ઞર્ઇૈં પવળટ્ટપણળટ્ર ’ અર્થાત્ ધીર પુરુષોના મન અને કર્મ એક હોય છે. શુદ્ધ વર્તન માટે મન સાથેની પારદર્શકતા અનિવાર્ય છે, પરંતુ મનની પારદર્શકતા શુદ્ધ વર્તનથી જ શરૂ થાય છે. આ એકતાનો તોલ કાઢવા એકવાર એક યુવાન વિદ્યાર્થીએ ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને તત્ત્વચિંતક બ્લેઈસ પાસ્કલને પૂછ્યું-‘જો મારી પાસે તમારા જેવા વિચારો હોય, તો હું પણ સારો માણસ બની શકું?’ જવાબમાં પાસ્કલે કહ્યું- ‘તું સારો માણસ બન, તો તારી પાસે મારા જેવા સારા વિચારો-જ્ઞાન આવી જશે.’ શુદ્ધ વર્તન સારા વિચારોને ખેંચી લાવે!
ખરેખર, પ્રેરક પુરુષોને પોતાના વર્તન ઉપર કેવો આત્મવિશ્ર્વાસ હોય છે. ગ્રીકના ચિંતક પ્લેટોને પૂછવામાં આવ્યું કે, ‘તમારી ટીકા કરનારને તમારે જવાબ નથી આપવો.’ પ્લેટો કહે- ‘ના, એવું જીવીશ કે લોકો ટીકા કરનારની વાત જ નહીં સાંભળે.’ શુદ્ધ વર્તન ઉપર લોકલાજ કે ટીકા-ટિપ્પણી કદી અસર ન જમાવે! શુદ્ધ વર્તન એટલે ખુલ્લી કિતાબ જેવું સંપૂર્ણ જાહેર, એકાંતશૂન્ય જીવન! દિવસ હોય કે રાત, ભોજન હોય કે આરામ એક રહણી-કરણી, કોઈ દંભ નહીં. મહાપુરુષોની આ એક સાહજિક વિશેષતા છે.
૧૯૮૦માં ડૉ.અબ્દુલ કલામ સાહેબ દ્વારા મિસાઈલ સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ તેમના ઉપર પ્રો.સતીશ ધવનનો સંદેશ આવ્યો, વડાપ્રધાન ઇંદિરા ગાંધી અભિનંદન આપવા માટે તમને દિલ્હી બોલાવે છે.’ કલામ પોતાના રોજિંદા વસ્ત્રો અને સાદા સ્લીપર પહેરીને જ બહુમાન મેળવવા પહોંચ્યા.
શુદ્ધ વર્તનમાં કોઈ ઠાઠ-માઠ કે કોઈને આંજી નાખવાની વાત ન આવે! પ્રમુખસ્વામી મહારાજને એક વ્યક્તિએ પૂછ્યું, ‘વિશ્ર્વવ્યાપી સંસ્થા ચલાવો છો, તેના આયોજન માટે આપની કોઈ અંગત ડાયરી છે?’ સ્વામીશ્રી કહે, ‘કોઈ અંગત ડાયરી નહીં. આખું જીવન જગજાહેર! જેને પ્રાઇવેટ હોય તેને ઉઘાડું થવાનો ભય હોય.’ ૬૫થી વધુ વર્ષો સંસ્થાના પ્રમુખપદે રહી, ૫૬થી વધુ દેશોમાં વિચરી અનેક જગપ્રસિદ્ધ આધ્યાત્મિક-સામાજિક કાર્યો કર્યા હોવા છતાં સ્વામીજીના સિદ્ધાંત અને મૂલ્યો ક્યારેય બદલાયા નથી. તેથી જ અમેરિકાના છઠ્ઠા રાષ્ટ્રપ્રમુખ જ્હોન કવીન્સી ઍડમ્સ કહેતા કે આપણા મહાન આદર્શોને નજર સમક્ષ રાખવાથી મહાન બનાય છે.