રિલાયન્સની રિટેલ ફર્મ જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્ર સિંહ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ધોની 45 સેકન્ડની જાહેરાતમાં જોવા મળશે. વધુમાં, JioMart એ તેના ઉત્સવની ઝુંબેશને JioUtsav, સેલિબ્રેશન ઑફ ઇન્ડિયા તરીકે રિ-બ્રાન્ડ કરી છે, જે 8 ઑક્ટોબર, 2023ના રોજ લાઇવ થશે.
આ પ્રસંગે ક્રિકેટ ચાહકોમાં માહી તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે JioMart એ સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ છે, તે ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને ટેકો આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે. JioMartનો Jio ઉત્સવ ઝુંબેશ એ ભારત અને તેના લોકોની ઉજવણીનું પ્રતીક છે.
હું JioMart સાથે જોડાઈને અને લાખો ભારતીયોની શોપિંગ યાત્રાનો ભાગ બનવા માટે અત્યંત ઉત્સાહિત છું.
બ્રાંડ એમ્બેસેડર તરીકે ધોનીનું સ્વાગત કરતા, JioMartના CEO સંદીપ વરાગંતીએ કહ્યું કે એમએસ ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક યોગ્ય પસંદગી છે, તેમનું વ્યક્તિત્વ JioMart જેટલું જ વિશ્વસનીય છે. ધોનીએ રાષ્ટ્રને ઉજવણીના ઘણા પ્રસંગો આપ્યા છે, અને હવે ગ્રાહકોને JioMart પર ઉજવણી કરવાની અમૂલ્ય તક મળી રહી છે અને ‘શોપિંગ’ આ ઉજવણીનો અભિન્ન ભાગ છે.
ઈલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન અને સુંદરતાથી લઈને ઘરની સજાવટની વસ્તુઓ, JioMart પર લાખો પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જિયો પ્લેટફોર્મ પર અર્બન લેડર, રિલાયન્સ ટ્રેન્ડ, રિલાયન્સ જ્વેલ્સ, હેમલી સહિતની રિલાયન્સની મીલિકીની બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ સામેલ છે.
જિયોમાર્ટના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર હાલમાં 1000થી વધુ કારીગરોની લગભગ 1.5 લાખ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. ઝુંબેશ શૂટના ભાગરૂપે, જીઓમાર્ટના સીઈઓ વરાગંતીએ ધોનીને બિહારના કારીગર અંબિકા દેવીએ બનાવેલું મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. ધોની 45 સેકન્ડની JioMartની ફિલ્મમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળશે.