સ્પોર્ટસ

Still Not Out: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા Mohammed Shami એ આપ્યું મહત્ત્વનું નિવેદન…

ગુરુગ્રામઃ ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ની ફિટનેસને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તેણે આજે કહ્યું હતું કે તેને હવે કોઈ દુખાવો થઇ રહ્યો નથી અને તે હવે આવતા મહિને શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની રેસમાંથી બહાર થયો નથી.

આ પણ વાંચો : Mohammed Shami સાથે લગ્નની અફવાઓ વચ્ચે Sania Mirzaએ ભર્યું મોટું પગલું, વીડિયો શેર કરીને…

બેંગલુરુમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતની શરૂઆતની ટેસ્ટ સમાપ્ત થયા બાદ તેણે નેટ્સમાં બોલિંગ કરી હતી. જો કે, થોડા દિવસો પહેલા કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે તેના ઘૂંટણમાં સોજો હતો જેના કારણે ગયા વર્ષે પગની ઘૂંટીની ઈજામાંથી બહાર આવવા માટે તેનું ‘રિહેબિલિટેશન’ને અસર પડી હતી.

‘યૂજેનિક્સ હેર સાયન્સ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન 34 વર્ષીય બોલરે પોતાની ક્રિકેટ સફર અંગે બોલતા કહ્યું હતું કે “ગઈકાલે મેં જે રીતે બોલિંગ કરી તેનાથી હું ખુશ છું. અગાઉ હું અડધા રન-અપ સાથે બોલિંગ કરતો હતો કારણ કે હું વધારે દબાણ લેવા માંગતો ન હતો. પરંતુ ગઈકાલે મેં સંપૂર્ણ રન-અપ સાથે બોલિંગ કરી હતી.

આ પણ વાંચો : Viral Video: Sania Mirza એ કરી લીધા બીજો નિકાહ? દુબઈમાં કોનો હાથ પકડીને ફરી રહી છે?

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ઉલ્લેખ કરતા શમીએ કહ્યું હતું કે , “મને હવે કોઈ દર્દ નથી. તમામ લોકો બધા લાંબા સમયથી વિચારી રહ્યા છે કે શું હું ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે જઈ શકીશ કે નહીં પરંતુ હજુ તેમાં થોડો સમય બાકી છે.

રોહિતે કહ્યું હતું કે તે ફિટનેસના કારણે મહત્વની શ્રેણી માટે શમીને લેવાના પક્ષમાં નથી. શમીએ એમ પણ કહ્યું કે તે હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં તેની રાજ્યની ટીમ બંગાળ માટે કેટલીક મેચ રમવા માંગે છે.

આ પણ વાંચો : શમીને પાકિસ્તાનથી ઠપકો મળ્યો, ‘તેં ઇન્ઝમામને કાર્ટૂન કહ્યો? જોઈ લેજે, એક દિવસ ક્રિકેટ તને ખૂબ રડાવશે’

તેણે કહ્યું હતું કે મારા મગજમાં એક જ વાત છે કે હું ફિટ રહું અને ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે હું કેટલો મજબૂત બની શકું. મારે ક્રિકેટના મેદાન પર વધુ સમય પસાર કરવો પડશે. શમીએ કહ્યું, “હું આ પહેલા કેટલીક રણજી મેચ રમવા માંગુ છું. આ ઈજાને કારણે તે 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત તરફથી રમ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button