રાજયના વર્ગ-4 ના કર્મચારીઓની દિવાળી સુધરી: સરકારે કરી બોનસની જાહેરાત
ગાંધીનગર: દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે. સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા સાત હજારની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
આ પણ વાંચો : Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
આ નિર્ણયને લઈને મુખ્ય પ્રધાને રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.