સગાઈના બે મહિના બાદ દુલ્હન બનશે આ એક્ટ્રેસ, ફોટો શેર કરીને ફેન્સને કહ્યું…
ઓગસ્ટ મહિનામાં જ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલા અને એક્ટર નાગા ચૈતન્યએ પોતાની ઈન્ગેજમેન્ટના ફોટો શેર કરીને જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર બંનેના સગાઈના ફોટો કરીને નાગા ચૈતન્યના પિતા અને સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર નાગાર્જુને ફેન્સ સાથે આ ન્યુઝ શેર કર્યા હતા.
હવે નાગા ચૈતન્ય સાથેની સગાઈના બે મહિના બાદ જ શોભિતા હવે દુલ્હન બનવા જઈ રહી છે. શોભિતાના ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એના ફોટો શેર કર્યા છે. બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર છે.
શોભિતાએ પ્રી-વેડિંગ ફોટોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને ટ્રેડિશનલ અટાયરમાં શોભિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. ઓરેન્જ કલરની સાઉથ ઈન્ડિયન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાડી સાથે શોભિતાએ બેજ કલરનો બ્લાઉઝ, ગોલ્ડની જ્વેલરી અને લીલી બંગડીઓ પહેરી છે. તસવીરમાં શોભિતા પરિવારની વચ્ચે ઘેરાયેલી પણ ખુશ-ખુશહાલ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : વિરોધના વંટોળ બાદ તેલંગણાના પ્રધાને સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા સંબંધી ટિપ્પણી પાછી ખેંચી
આ ફોટો શેર કરીને શોભિતાએ કેપ્શનમાં લખ્યું છે તે ગોધુમા રાય પસુપુ દંચતમ.. અને આ શરુ થઈ ગયું… આંધ્ર પ્રદેશમાં લગ્ન પહેલાં અને સગાઈ પછી પસુપુ કોટ્ટાયમ સમારોહ થાય છે. સોશિયલ મીડિયા પર શોભિતાએ શેર કરેલા ફોટો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સમારોહ પહેલાં વરરાજાના ઘરે અને પછી વધુના પરિવારમાં કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્યએ 8મી ઓગસ્ટના શોભિતા સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. પરંતુ નાગા ચૈતન્ય પહેલાં તેના પિતા નાગાર્જુને દીકરાની સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. છેલ્લાં બે વર્ષથી શોભિતા અને નાગા ચૈતન્ય એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે. આ પહેલાં સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે નાગા ચૈતન્યના લગ્ન થયા હતા, પરંતુ, 2021માં જ બંનેએ ડિવોર્સ લીધા હતા.