12 મા માળેથી કૂદીને સ્યુસાઇડ કરવા જઇ રહ્યો હતો યુવક પછી…. જુઓ વીડિયો…
ડિપ્રેશન ઘણી ખતરનાક બીમારી છે. જોકે, ઘણી વાર આ બીમારીથી પીડિત વ્યક્તિને કે કેટલાક કેસમાં તો વ્યક્તિના કુટુંબીજનોને જ એની જાણ નથી હોતી. સામાન્ય લાગતી આ બીમારી ક્યારે ઘાતક બની જાય અને એનાથઈ પીડિત વ્યક્તિ ક્યારે આત્મહત્યા કરી બેસે એનું કંઇ કહેવાય નહી. આવા વ્યક્તિની પૂરતી સંભાળ લેવાની અને તેની સાથે રોજબરોજ સંવાદ સાધી તેને હતાશા, નિરાશામાંથી બહાર કાઢવાની જરૂર હોય છે. આ બધુ એટલા માટે જણાવ્યું કારણ કે હાલમાં ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ હતાશાથી પ્રેરાઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પણ સદનસીબે તેનો બચાવ થયો હતો.
આ પણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 74 ખાતે આવેલી સુપરટેક કેપ ટાઉન હાઉસિંગ સોસાયટીમાં સોમવારે આ ચોંકાવનારી ઘટના બની હતી. એક વ્યક્તિએ 12માં માળેથી નીચે કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા અને સોસાયટીમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકો બૂમો પાડવા લાગ્યા અને થોડીવાર માટે આખી સોસાયટીમાં હો..હા.. મચી ગઇ હતી.
આ પણ વાંચો : દેશના યુવાનો ડિપ્રેશનમાં શા માટે જાય છે?
જોકે, બિલ્ડિંગના કેટલાક લોકોએ સ્યુસાઇડની કોશિશ કરનાર યુવકને પાછળથી પકડી લીધો હતો, જેને કારણે એની જાન બચી ગઇ હતી.
આ પણ વાંચો : તમે ડિપ્રેશનમાં છો કે નહી તે કેવીરીતે જાણશો? આ સંકેતોને ઓળખો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યુવકે શા માટે આત્મહત્યાની કોશિશ કરી તે વિશે એમ જાણવા મળ્યું છે કે આ યુવક ડિપ્રેશનથી પીડિત છે. તેણે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હોઇ શકે છે.
આ પણ વાંચો : બોલીવુડના આ પિતાપુત્રી એકસાથે ડિપ્રેશન સામે ઝઝૂમ્યાં.. સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ થેરાપી લીધી હોવાની કરી કબૂલાત
હાલમાં તો પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.