Ajay Devganના દીકરાએ જાહેરમાં જ પિતા સાથે કરી એવી હરકત કે…
બોલીવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgan) હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ને કારણે લાઈમ લાઈટમાં છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે અને અજય આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન પણ કરી રહ્યો છે. ક્યારેક તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્હીમાં જોવા મળે છે તો ક્યારેક ટીમ સાથે મુંબઈમાં જોવા મળે છે. અહીંયા તમારી જાણ માટે ફિલ્મની રિલીઝ ડેટ પહેલાં અનેક વખત બદલાઈ ચૂકી છે, પરંતુ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સાથે જ બોક્સ ઓફિસ પર સૌથી મોટો ક્લેશ પણ જોવા મળશે, કારણ કે સિંઘમ અગેનની સાથે સાથે ભૂલ ભૂલૈયા-3 પણ જોવા મળશે. અજય દેવગણ ખૂબ જ જોરશોરથી કરી રહ્યો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અજય દેવગણનો દીકરો યુગ અજય દેવગણના ગાલ પર ટપલી મારતો જોવા મળે છે. આ જોઈ નેટિઝન્સ ખૂબ જ ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો દુર્ગા પંડાલનો છે.
આ વીડિયોમાં અજય દેવગણ દુર્ગા પંડાલમાં પહોંચે છે જ્યાં તે પોતાના પરિવાર એટલે કે કાજોલ અને દીકરા યુગને મળે છે. અજય દેવગણ યુગ સાથે હાથ મિલાવે છે. યુગ પહેલાં તો ડેડી અજય સાથે હાથ મિલાવે છે અને પછી મજાક-મજાકમાં પપ્પાના ગાલ પર તમાચો મારી દે છે. આ જોઈને નેટિઝન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
આ વીડિયો જોઈને જે રીતે નેટિઝન્સના હોંશ ઉડી જાય એ છે જ રીતે પંડાલમાં હાજર મહેમાનોની આંખો પણ પહોળી રહી જાય છે. યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પિતા સાથેનો બોન્ડ જરા વધારે પડતો જ સારો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે વાહ શું સંસ્કાર આપ્યા છે. ત્રીજા યુઝરે લખ્યું હતું કે આ જોઈને આંખો પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે યુગ આવું કંઈ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજય દેવગણની દીકરી ન્યાસા પણ અવારનવાર પોતાના વર્તનને કારણે ટ્રોલર્સના નિશાના પર આવતી જ હોય છે અને હવે એવામાં યુગના આ વર્તનને કારણે લોકોને ચાર વાતો કરવાનું કારણ મળી ગયું છે.